વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું હતું. લગભગ 10 હજાર ફૂટની ઊંચાઈએ બનેલી આ દુનિયાની સૌથી લાંબી ટનલ છે, જેની લંબાઈ 9.2 કિમી છે, જેને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. હિમાલયના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે નીચે લેહ-મનાલી હાઈવે પર એને બનાવવામાં આવી છે. આનાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી થઈ જશે અને ચાર કલાકની બચત થશે, જેનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે રાખવામાં આવ્યું છે.
આનાથી શું ફાયદો થશે?
- ટનલથી મનાલી અને લાહુલ-સ્પિતી ઘાટી 12 મહિના જોડાયેલા રહેશે. ભારે હિમવર્ષાને કારણે આ ઘાટીનો છ મહિના સુધી સંપર્ક તૂટી જાય છે.
- ટનલનો સાઉથ પોર્ટલ મનાલીથી 25 કિમી દૂર આવેલો છે, સાથે જ નોર્થ પોર્ટલ લાહુલ ઘાટીમાં સિસુના તેલિંગ ગામની નજીક છે.
- ટનલથી પસાર થતી વખતે એવું લાગશે કે સીધા સપાટ રસ્તા પર જઈ રહ્યા છીએ, પણ ટનલના એક ભાગ અને બીજામાં 60 મીટર ઊંચાઈનો ફરક છે. સાઉથ પોર્ટલ સમુદ્ર તળથી 3000 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યારે નોર્થ પોર્ટલ 3060 મીટર ઊંચું છે.
10.5 મીટર પહોંળી, 10 મીટર ઊંચી ટનલની ખાસિયત
- 2958 કરોડ રૂપિયાનો ખર્ચ.
- 14508 મેટ્રિક સ્ટીલ લાગ્યું.
- 2,37,596 મેટ્રિક સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- 14 લાખ ઘનમીટર પહાડોનું ખોદકામ થયું.
- દર 150 મીટરના અંતરે 4-Gની સુવિધા.