નવી દિલ્હી : ઓગસ્ટ મહિનો એ કોરોના રોગચાળાની કટોકટી અને મંદી સાથે સંઘર્ષ કરતા ઓટો ક્ષેત્ર માટે રાહતરૂપ રહ્યું છે. મુસાફરોના વાહનોના જથ્થાબંધ વેચાણમાં 14 ટકાનો અને ટુ-વ્હિલર્સમાં ત્રણ ટકાનો વધારો થયો છે. ઓગસ્ટમાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ 14.16 ટકા વધીને 2,15,916 એકમ થયું છે. ગયા વર્ષે સમાન મહિનામાં આ આંકડો 1,89,129 વાહનો હતો. કારનું વેચાણ 14.13 ટકા વધીને 1,24,715 એકમ, યુટિલિટી વાહનોનું વેચાણ 15.54 ટકા વધીને 81,842 એકમ અને વેનનું વેચાણ 3.82 ટકા વધીને 9,359 એકમ થયું છે.
ઘરેલું વાહન ઉત્પાદકોના સંગઠન સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ) એ શુક્રવારે આ સંદર્ભમાં ડેટા જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ સમીક્ષાના સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરનું વેચાણ 15 ટકા વધીને 15,59,665 વાહનો પર પહોંચ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તે 15,14,196 વાહનો હતા. આમાં મોટરસાયકલનું વેચાણ 10.13 ટકા વધીને 10,32,476 એકમ અને સ્કૂટરનું વેચાણ 12.3 ટકા ઘટીને 4,56,848 પર પહોંચી ગયું છે.
ગયા વર્ષે આ આંકડો અનુક્રમે 9,37,486 અને 5,20,898 એકમો હતો. આ ઉપરાંત 215 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ કરાયું હતું. કોવિડ -19 ને કારણે 24 માર્ચથી દેશભરમાં લોકડાઉન થવાને કારણે માર્ચથી જુલાઈ સુધી વાહનોના વેચાણ પર અસર પડી હતી.