રવિશંકર પ્રસાદે એક સરસ વાત રજૂ કરી હતી તેમણે કહ્યું કે, ભારતીય બંધારણની મૂળ પ્રતમાં મૂળભૂત અધિકારો વિશેના પ્રકરણમાં રાવણવધ પછી અયોઘ્યા પાછા ફરી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, સીતામાતા અને લક્ષ્મણ નો સ્કેચ છે. આમ ભારતીય બંધારણ પણ પરોક્ષ રીતે ભગવાન રામનો સ્વીકાર કરે છે. યોગાનુયોગે આજે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બંધારણનો હવાલો આપીને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરે એ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વડા પ્રધાનને હોદ્દાના સોગન લીધા હતા એ યાદ કરાવ્યા હતા. એ સોગનવિધિમાં પેાતે સેક્યુલર રહેશે એવું વિધાન સોગન લેનારે કરવાનું હોય છે. ઓવૈસીએ એવો દાવો કર્યો હતો કે તમે ભૂમિપૂજન કરીને બંધાણની જોગવાઇનો અને તમેં લીધેલા સોંગધનો ભંગ કરી રહ્યા છો. રવિશંકર પ્રસાદે રજૂ કરેલી બંધારણની તસવીર ઓવૈસી જેવા વિઘ્નસંતોષીઓને જવાબરૂપ ગણાય.