સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ મામલે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યુ હતુ કે, જરૂર પડશે તો શનિવારે પણ કરવામાં આવશે. કોર્ટમાં મુસ્લિમ પક્ષકારના વકીલ નિજમ પાશાએ દલીલ કરી કે, નામ નિર્મોહી છે તો તેમને જમીન સાથે આટલો મોહ કેમ છે.
બાબરે પોતાનું શાસન હમેલા કુરાન પ્રમાણે કર્યુ છે. જ્યારે વિરોધી પક્ષના વકીલની દલીલ છે કે, બાબરે મસ્જિદ બનાવી પાપ કર્યુ છે. કોર્ટમાં મુસ્લિમ પક્ષકારની દલીલ બાદ જસ્ટીસ બોબડેએ જણાવ્યુ હતુ કે, અમે અહીં બાબરના પાપ અને પૂણ્યનો ચૂકાદો આપવા નથી બેઠા.
નીજમે કહ્યુ કે, રેકોર્ડ પ્રમાણે ૧૮૮૫માં નિર્મોહીએ ઈમરાતમાં ઘૂસીને પૂજા અને કબજો કરવાની કોશિશ કરી. વૈરાગિયોએ રામ ચબૂતરા પર કબજો કર્યો હતો. જેથી મહંત પાસે અયોધ્યામાં પૂજા કરવાનો કોઈ અધિકાર નથી. તેમને આ અધિકાર ૧૮૮૫ બાદ આપવામાં આવ્યો હતો.