સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર-બાબરી મસ્જિદ કેસ અંગે આજે ઐતિહાસિક દિવસ રહ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતમાં સંબંધિત પક્ષકારોએ અયોધ્યા કેસમાં મધ્યસ્થીકારોના નામ આપ્યા છે. આજે સવારે કોર્ટે પક્ષકારોને મધ્યસ્થીકારોના નામ આપવા જણાવ્યું હતું.
હિન્દુ મહાસભા પૂર્વ ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, પૂર્વ ચીફ જસ્ટીસ જેએસ ખૈર, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ મધ્યસ્થીકાર તરીકે આપ્યા છે. મહાસભાએ વાતચીત માટે તૈયારી દર્શાવી છે.
નિર્મોહી અખાડાએ પણ મધ્યસ્થી માટે ત્રણ નામ આપ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના રિટાર્ડ જજ કૂરિયન જોસેફ, એકે પટનાયક અને જીએસ સિંઘવીનું નામ સામેલ છે. જ્યારે હિન્દુ અરજદારો વતી રિટાર્યડ જજ અનિલ દવેનું નામ આપવામાં આવ્યું છે.
જસ્ટીસ જોસેફ કૂરિયન એક એવા જજ છે કે જેમણે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની વિરુદ્વ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચાર જજ પૈકી મિશ્રા પણ તેમાં સામેલ હતા. રિટાયર થતા પહેલાં તેમણે અનેક વખત મોદી સરકારને સાણસામાં લીધી હતી. જસ્ટીસ કૂરિયને જજોની નિમણૂંકોમાં પણ સરકારને ટારગેટ કરી હતી અને આકરી ટીકા કરી હતી.
મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટ માને છે કે મંદિર-મસ્જિદ વિવાદ માત્ર જમીન વિવાદ નથી પરંતુ હિન્દુ-મુસ્લિમોની ધાર્મિક શ્રધ્ધા સાથે પણ સંકળાયેલું પ્રકરણ છે. સુપ્રીમ કોર્ટ ઈચ્છે છે કે વાતચીત મારફત વિવાદનો ઉકેલ આવે. હવે મધ્યસ્થીકારોના નામ આપ્યા બાદ શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે કે આ વિવાદનો ઉકેલ વાતચીતથી આવી શકશે કે કેમ?
અયોધ્યા વિવાદ પર આ પહેલાં પણ અનેક વખત મધ્યસ્થતાની કોશીશો થઈ ચૂકી છે. પરંતુ દરેક વખતે શૂન્ય પરિણામ વગર જ વાતચીત પૂર્ણ થઈ હતી. હવે આ કમાન સુપ્રીમ કોર્ટે સંભાળી છે ત્યારે એક તરફ શંકા છે તો બીજી તરફ આશાનું કિરણ પણ ડોકાઈ રહ્યું છે. અને આશા રાખવામાં આવી રહી છે કે મધ્યસ્થીકારો તરફથી કોઈ ઉકેલ જરૂરથી આવશે.