Table of Contents
ToggleBaba Ramdev શરબત બ્રાન્ડ પર બાબા રામદેવ વિવાદમાં, મસ્જિદ અને મદરેસાને લેઈને આપેલ નિવેદનથી ભારે ચર્ચા
Baba Ramdev યોગ ગુરુ બાબા રામદેવ એકવાર ફરી વિવાદમાં ઘેરાયા છે. તેમણે તાજેતરમાં આપેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને ટીકા થવા લાગી છે. પતંજલિના શરબતના પ્રચાર દરમ્યાન તેમણે દેશના લોકપ્રિય શરબત બ્રાન્ડને મસ્જિદ, મદરેસા અને ઇસ્લામ સાથે જોડીને તુલના કરી, જેને લઈને લોકોમાં ભારે નારાજગી છે.
શરબતના ઘૂંટમાં વિવાદ
બાબા રામદેવે X (પૂર્વેનું Twitter) પર લખ્યું હતું કે, “એક પીણું એવું છે, જે પીવાથી મદરેસા, મસ્જિદો અને ઇસ્લામનું વર્ચસ્વ વધી રહ્યું છે. જ્યારે બીજું એવું પીણું છે જે પતંજલિ ગુરુકુલમ, આચાર્યકુલમ અને સનાતન ધર્મનો મહિમા વધારવા માટે છે. આ વ્યવસાય નહીં પરંતુ ‘વસુધૈવ કટુંબકમ’નું સ્વપ્ન સાકાર કરવાનું સાધન છે.”
આ ટિપ્પણી બાદ અનેક યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કોઈએ તેમને ગાલિબના શરબત સાથે ભારતની સંસ્કૃતિ જોડતી વાત કહી તો કેટલાક લોકોએ કહ્યું કે “શેરડીનો રસ બધા કરતા શ્રેષ્ઠ છે – ન નફરત છે, ન એજન્ડા.”
"एक वह शरबत है, जिसे पीने से मदरसे, मस्जिद और इस्लाम का वर्चस्व बढ़ता है; और एक वह शरबत है, जिसे पीने से पतंजलि गुरुकुलम्, आचार्यकुलम्, विश्वविद्यालय, भारतीय शिक्षा बोर्ड और सनातन धर्म का गौरव बढ़ता है। अंततः यह व्यापार नहीं, वसुधैव कुटुम्बकम्—विश्व परिवार का सपना साकार करने का… pic.twitter.com/AOYzphYV0J
— स्वामी रामदेव (@yogrishiramdev) April 13, 2025
વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આક્રોશ
મુસ્લિમ સમુદાયના નેતાઓ પણ આ નિવેદન સામે સામે આવ્યા છે. દેવબંદના ઉલેમા મૌલાના કારી ઈશાક ગોરાએ રામદેવના નિવેદનને “નફરતથી ભરેલું” અને “જવાબદારીવિહિન” ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આવા નિવેદનો સમાજમાં તણાવ પેદા કરે છે અને ધાર્મિક સમાનતા અને સહિષ્ણુતાને નુકસાન પહોંચાડે છે.
આ પહેલા પણ વિવાદોમાં રહ્યા છે રામદેવ
આ પ્રથમ વખત નથી કે બાબા રામદેવ વિવાદમાં આવ્યા છે. મે 2021માં પણ તેમણે એલોપેથીક દવાઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમને ભારતીય મેડિકલ એસોસિએશન તરફથી નોટિસ મળી હતી.
સમાજના ભાગલા
જ્યાં એક તરફ તેમના સમર્થકો કહે છે કે બાબા રામદેવ માત્ર તેમના ધર્મ અને સંસ્કૃતિને પ્રમોટ કરવાનું કામ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ વિરુદ્ધ પક્ષો માને છે કે આવા નિવેદનો સમાજને ધર્મના આધાર પર વહેંચવાનું કામ કરે છે.
સવાલ એ છે કે – પતંજલિના ઉત્પાદન માટે એજન્ડા પૂરતો સમર્થન મેળવવા માટે ધાર્મિક તુલનાઓ યોગ્ય છે? શું ઈન્ડિયા જેવા વિવિધતાવાળાં દેશમાં આવા નિવેદનો જાતિવાદ અને ધર્મવાદને વધુ ઘેરા કરે છે?