પવિત્ર યાત્રાધામ બદ્રીનાથના કપાટ ખુલવાની ઘોષણા કરવામાં અાવી છે. 2018માં 30 અેપ્રિલે સવારે 4 કલાકે ખુલશે બદ્રીનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં અાવશે. વસંત પંચમીના પર્વ પર નરેન્દ્રનગરના નરેશ મનુજેન્દ્ર શાહે આ જાહેરાત કરી હતી.
આ દરમિયાન મહારાજા મનુજેન્દ્ર શાહ, રાણી માલા રાજ્યલક્ષ્મી શાહ, રાજપૂરોહિત પૂર્ણાનંદ જોશી, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ, ગણેશ ગોદિયાલ, મુખ્ય કાર્યકર બીડી સિંહ, રાવલ ઇશ્વર પ્રસાદ નંબુદરી, ધર્માધિકારી ભુવન ચંદ્ર ધાનિઅલ સાથે જ સમિતિના સભ્ય વગેરે હાજર રહ્યા હતા.
પવિત્ર યાત્રાધામ બદ્રીનાથના કપાટ છ મહિનામાટે બંધ કરવામાં અાવે છે. છ મહિનાની પ્રતિક્ષાને અંતે શ્રદ્ધાળુઓ માટે બદ્રીનાથના કપાટ ખોલવામાં અાવે છે.