મહારાષ્ટ્ર રાજ્યમાં આ માર્ચ 2018થી પ્લાસ્ટિકમાંંથી બનેલી લગભગ તમામ ચીજવસ્તુઓ અદ્રશ્ય થઇ જશેે. હાલમાં રાજ્યમાં અમુક પ્રકારની પ્લાસ્ટિક બેગો પર પ્રતિબંધ છે જ પરંતુ હવે રાજ્યમાં ડિસ્પોઝેબલકન્ટેઇનર, ઝંડા, ફ્લેક્સ બોર્ડ બેનર અને નોન-વૂવન પ્રવિલિન બેગ, ઇત્યાદિત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાઇ જશે.
પેકિંગ અને પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિકને પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવશે. આ ઉપરાંત દૂધ, અનાજ, કઠોળ જેવા ઉત્પાદનો ભરવા માટે સેર્ચ અને પ્લાસ્ટિક કન્ટેઇનર પણ પ્રતિબંધમાંથી બાકાત રહેશે. પ્રતિબંધ માર્ચ મહિનાથી અમલી બનશે, પરંતુ અધિકારીઓ કર્ણટક જેવા રાજ્યો મુકેલા અમુક પ્રતિબંધની અસરોનો અભ્યાસ કરી રહ્યા છે.
રાજ્ય સરકારને પ્રતીતિ થઇ છે કે વર્ષ 2006માં 50 માઇક્રોન સુધીની થેલીઓ પર મૂકેલો પ્રતિબંધની કોઇ અસર નથી એટલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. વર્ષ 2005માં પડેલા વરસાદે મુંબઇને તારાજ કર્યુ હતું અને એવો નિષ્કર્ષ નીકળ્યો હતો કે ગટરોમાં રહેલા પ્લાસ્ટિકને કારણે ગંદા પાણીનું વહેણ થંભી ગયું હતું અને એને કારણે જળ પ્રલય થયો હતો.