RBIએ બેન્કોને તેમના ATM રિકેલિબ્રેટ કરવા આદેશ આપ્યો છે. જેથી તેમાં રૂ.૨૦૦ની નોટ ભરી શકાય. નીચા મૂલ્યની નોટનો પુરવઠો વધારવા માટે ૨૦૦ની વધારે નોટ ચલણમાં આવશે. આરબીઆઇના આદેશનું પાલન કરવામાં બેન્કિંગ ઉદ્યોગને એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવે તેવી શકયતા છે. બેડ લોનના કારણે બેન્કોની સ્થિતિ પહેલેથી ખરાબ છે. ત્યારે તેમણે ATMને રિકેલિબ્રેટ કરવા વધારે ખર્ચ કરવો પડશે. એક બેન્કરે કહ્યું કે આરબીઆઇએ બેન્કો અને ATM ઉત્પાદક કંપનીઓને જણાવ્યું છે કે શકય એટલી વહેલી તકે ATMમાંથી રૂ.૨૦૦ની નોટ મળવી જોઇએ. બજારમાં ૨૦૦૦ની નોટ સામે નાની નોટની પણ જરૂર હોવાથી આ ઉપયોગી પગલું છે. આ પ્રોજેકટને સંપૂર્ણ લાગુ કરવામાં પાંચથી છ મહિના લાગી શકે છે. આ અંગે આરબીઆઇનો પ્રતિભાવ જાણવા માટે મોકલવામાં આવેલા મેઇનનો જવાબ મળ્યો ન હતો. ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટ બંધ કરી ત્યારે તેનો હેતુ કાળાં નાણાંની સંગ્રહખોરી ખતમ કરવાનો હતો. પરંતુ રૂ.૨૦૦૦ની નોટ બહાર પાડીને નોટબંધીનો આંખો હેતુ જ માર્યો ગયો હતો. તેના કારણે આરબીઆઇની ભારે ટીકા થઇ હતી. ગયા વર્ષથી એટીએમમાં રૂ.૨૦૦૦ની નોટ ભરવામાં આવી તેના કારણે સરેરાશ ઉપાડની રકમ વધી જતી હતી. તેમાં ઘટાડો કરવા માટે આરબીઆઇ રૂ.૨૦૦ની નોટનો ઉપયોગ કરશે. ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર ૨૦૧૬માં એટીએમમાંથી રૂ.૨.૨૨ લાખ કરોડનો ઉપાડ થયો હતો જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૭માં રૂ.૨.૪૪ લાખ કરોડ એટીએમમાંથી ઉપાડવામાં આવ્યા હતા. મોદી સરકારે મોટી નોટ્સ ચલણમાંથી પરત ખેંચી લીધી તેના કારણે બજારમાં નોટ્સની અછત હતી પરંતુ હવે નોટબંધી અગાઉના સ્તરથી ૯૫ ટકા સુધી કરન્સી બજારમાં પરત આવી ગઇ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.