મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન ના સભ્યોએ સરકારની જાહેર ક્ષેત્રની બેંકો ની કથિત વિરોધી નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળ ની જાહેરાત કરી હતી. બેંક કર્મચારીઓ ના યુનિયને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલાં શનિ, રવિની રજા આવશે અને ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે ચાર દિવસ સળંગ બેન્કના કામકાજ બંધ રહેશે. MGBEAના અંદાજ પ્રમાણે બેંકો બંધ થવાથી બે દિવસના સમયગાળામાં રૂ. 20,000 કરોડના વ્યવહારોને અસર થશે. નાણાકીય વર્ષ ના અંત 31 માર્ચ પહેલા બેંકો હડતાળના નિર્ણયથી વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓ નારાજ છે.
MGBEA ના જનરલ સેક્રેટરી જનક રાવલે એક મીડિયાને જણાવ્યું હતું કે, “જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે સરકારની બિડ સામે અમારો વિરોધ ચાલુ રહેશે. પબ્લિક બેંકિંગ સિસ્ટમને મજબુત બનાવવાના પ્રયાસો કરવાને બદલે સરકાર જાહેર નાણાને ખાનગી હાથમાં મૂકી રહી છે. અમારા એસોસિએશન દ્વારા કરાયેલી અન્ય માંગણીઓમાં કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા સામેલ છે.”
આ હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઇઝ બેંકના 40 હજાર કર્મચારીઓ જોડાશે. કલેરિકલ કર્મચારીઓના યુનિયન ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને 28 -29 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કર્યું છે.