આવકવેરા વિભાગ (IT)ની ટીમે બીબીસીની દિલ્હી ઓફિસ ઉપર રેડ કરી છે. મળતી માહિતી મુજબ, 60 થી 70 IT લોકોની ટીમ દરોડામાં સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણને આવવા-જવા પર રોક લગાવવામાં આવી છે.
મીડિયા સંસ્થા BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે.
લંડન સ્થિત બીબીસી ઓફિસમાં દરોડાની કાર્યવાહીની માહિતી આપવામાં આવી છે.
બીજી તરફ કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું, બીબીસીની પ્રથમ ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હવે ITએ BBC પર દરોડા પાડ્યા છે,અઘોષિત કટોકટી !
બીજી તરફ ઈન્કમ ટેક્સના સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે આ ઈન્કમટેક્સ ટીમનો સર્વે છે.
જો કે હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.