અમદાવાદ : સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ કોરોના વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે, તેને જોતા વિકટ સ્થિતિ ઉભી થઇ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આજે આ લોકડાઉનનો 11મોં દિવસ છે, ત્યારે વડાપ્રધાન મોદીએ આજે (5 એપ્રિલ) સાંજે 9 વાગ્યે 9 મિનિટ સુધી સમગ્ર દેશમાં દેશવાસીઓને ઘરની લાઈટ બંધ કરીને દીવા, ટોર્ચ, મીણબત્તી કે ફ્લેશલાઈટ પ્રગટાવવાનું કહ્યું છે. જેને લઈને વીજ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને તકેદારીના ભાગરૂપે અગમચેતીના પગલાં ભર્યા છે.
ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આ અનુસંધાને અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આજે સાંજના સમયે 9 મિનિટ માટે લાઇટ્સ બંધ કરવામાં આવે તે દરમિયાન સ્ટ્રીટ લાઈટ, આવશ્યક સેવાઓ કે ઘરના અન્ય વીજ ઉપકરણો જેવા કે, ટીવી, ફ્રીઝ અને એરકન્ડિશનરને બંધ કરવા માટે અપીલ કરવામાં આવી નથી, જેથી આ દરેક ઇલેક્ટ્રિક ઉપકરણોને ચાલુ રાખવા અને માત્ર લાઇટ્સ બંધ કરવી.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે વધુમાં જણાવ્યું છે કે, એક સાથે મોટા પ્રમાણમાં લાઇટ્સ બંધ થવાથી વોલ્ટેજ અને ફ્રિક્વન્સીના વેરિએશન સર્જાઈ શકે છે. તે માટે લાઈટ સિવાયના ઉપકારનો રાબેતા મુજબ ચાલુ રાખવા. આ ઉપરાંત વિભાગ દ્વારા વોલ્ટેજ અને ફ્રિક્વન્સીના વેરિએશન હેન્ડલ કરવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તેથી નાગરિકો આ બાતે ચિંતા મુક્ત બને અને બધા જ વીજ ઉપકરણો યથાવત સ્થિતિમાં સામાન્ય વપરાશ કરતા રહે.
આ સાથે જ વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમય દરમિયાન ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખશે અને હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં લાઈટ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ આજે સાંજે 9 વાગ્યે લાઇટ્સ બંધ કરવાનું કહ્યું તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. આજે રાતે 9 વાગ્યે મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલવાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થવાની છે. ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાય કહેવાય. હજારો વર્ષો પછી ક્યારેક જ એવી ઘટના બને કે ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાએ બદલશે અને પૃથ્વી કોઈ બીજા ગ્રહોની ભ્રમણ કક્ષાની વચ્ચેથી પસાર થવાની છે.
જ્યારે રવિવારે રાતે નવ વાગ્યે પૃથ્વી મંગળગ્રહ અને શુક્રગ્રહ વચ્ચેથી પસાર થાય ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શક્તિઓ એકદમ વધવા લાગશે અને વાતાવરણમાં ચુંબકીય શક્તિઓનો પ્રભાવ વધશે. તેમજ જ્યાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં ચુંબકીય શક્તિઓ વધારે અનુભવાશે તેમજ લોહીનું દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીયે તે પણ વધવાની સંભાવના છે.
હાવર્ડના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિકે પણ ગ્રહો ઉપર સંશોધન કરતી બુક “the sky and beyond” માં પણ લખ્યું છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાની બહાર જાય ત્યારે ચુંબકીય શક્તિ વધે છે અને માણસના બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે, આ બુક ઉપરથી ઈંગ્લેન્ડની યુનિવર્સીટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ભણાવવામાં આવે છે.
ખાસ તો 50 વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે છે. આથી વીજળીનો પ્રવાહ રોકી લેવામાં આવે તો બ્લડપ્રેશરમાં ઘણા અંશે ફાયદો થાય છે.