રામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં શ્રીરામ અને રાવણની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરતો હોય તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. રામાયણ ઘણો મોટો ગ્રંથ છે, તેનો પાઠ રોજ કરી શકવું ઘણું મુશ્કેલ છે. ઘણા લોકો સમય અનુકૂળતા પ્રમાણે રામાયણને થોડું-થોડું રોજ વાંચન કરે છે.
રામાયણ સાથે જોડાયેલો એક મંત્ર પણ ઘણો પ્રસિદ્ધ છે. આ એક મંત્રમાં આખી રામાયણનો સાર છે અને જે લોકો તેનો પાઠ રોજ કરતાં હોય, તેમને રામાયણ વાંચ્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. તેને એક શ્લોકી રામાયણ કહેવામાં આવે છે. આ મંત્રને સવારે નહાયા પછી ભગવાનની સામે આસન પર બેસીને બોલવો જોઈએ. આ મંત્રના જાપથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે અને બધા પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળી જાય છે.
आदि राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्।
वैदीहीहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणम्।।
बालीनिर्दलनं समुद्रतरणं, लंकापुरीदाहनम्।
पश्चाद् रावण कुम्भकर्ण हननम्, एतद्धि रामायणम्।।