સુપ્રીમ કોર્ટના એસસી-એસટી અેક્ટના વિરોધમાં સામે દલિત સંગઠનોએ બંધનુ એલાન કર્યુ હતુ ત્યારે દેશભરમાં હિંસા થઈ રહી છે.અત્યાર સુધીમાં પાંચથી વધુના મોતના સમાચાર છે, ઘણા શહેરોમાં કર્ફ્યુ પણ લાગ્યુ છે.મધ્ય પ્રદેશના મુરૈના, ભીડ, ગ્વાલિયર અને અનેક શહેરોમાં હિંસાના સમાચાર છે.ઉત્તર પ્રદેશ મેરઠ, આગરા, મુઝફ્ફરનગર, સહારનપુર, હાપુડ, ગજિયાબાદમાં હિંસા ફાટી નીકળી છે.
હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ અને અનેક રાજ્યોથી પણ હિંસાના સમાચાર છે.કેટલાક સ્થળો પર રેલ વ્યવહાર ઠપ્પ થયો છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં દલિત સંગઠનો સુપ્રીમ કોર્ટના આ ચૂકાદોનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યાં છે.ગઈકાલે દલિત સંગઠનો દ્વારા અપાયેલા આ બંધને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું હતું.જે બાદ આજ સવારથી જ દલિતોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દલિતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે તોફાની ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે 7 ટિયરગેસના સેલ છોડ્યાં હતાં. આજે સવારથી સારંગપુર અને સરસપુર વિસ્તારમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.અસારવામાં ટાયરો સળગાવી વિરોધ,ઘી કાંટા કોર્ટ પાસે દલિતોના ટોળા એકઠા થતાં દરવાજા બંધ કરી દેવાયા, આંબાવાડીથી માંડીને સીજી રોડ સુધી દુકાનો બંધ કરાવવા માટે દલિતોના ટોળા નીકળ્યા, સારંગપુર બસ ડેપો બંધ કરાયો, પૂર્વ વિસ્તારમાં ચક્કાજામ,દાણીલીમડામાં દલિતો મોટી સંખ્યામાં રસ્તા પર બેસી જતાં ચક્કાજામ, અમરાઈવાડી, સીટીએમ અને જશોદાનગરના પુનિતનગર પાસે પણ દલિતોએ ચકકાજામ કરીને દુકાનો બંધ કરાવી,વિરાટનગર નજીક મનમોહન ચોકડી પાસે દલિતો દ્વારા આસપાસની દુકાનો બંધ કરાવામાં આવી ચક્કાજામને લીધે વાહનોની લાંબી લાઈનો લાગી.
રાજકોટમાં પંચનાથ મેઇન રોડ પર આવેલી જીયો ડિઝીટલ દુકાનમાં દલિતોએ તોડફોડ કરી દુકાનના કાચ તોડી નાંખ્યા હતા. તેમજ ક્રિસ્ટલ મોલ પણ બંધ કરાવ્યો હતો. ભારત બંધના એલાનમાં સૌરાષ્ટ્રમાં સ્થિત્ તંગ જોવા મળી રહી છે. ઠેર ઠેર દલિતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો દુકાનો બંધ કરાવા નીકળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં દીપક ચોક, પાનવાડી મેઇન સિટી વિસ્તારમાં દલિતોએ ટાયરો સળગાવી રસ્તાઓ ચક્કાજામ કરી દીધો છે. તો 10 જેટલી સિટી બસમાં તોડફોડ કરી છે. રાજુલામાં ટોળાએ દુકાનોમાં ધસી જઇ તોડફોડ કરી હતી.