કપિલ જાધવ અને વિપુલ જાધવ ની ટોળકીએ સરકારી ખાતા ઉપર રીતસર કબ્જો કરી લઈ ખાનગી લૂંટ શરૂ કરી છે પરંતુ ગાંધીનગર થીજ કોઈ બોલતું નહીં હોવાથી બધા સાથે મળીને મલાઈ ખાવામાં મસ્ત હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ ચેકપોસ્ટ ની ઓચિંતી વિઝીટ કરીને સૌને ચોંકાવી દીધા હતા, ત્યારે બધું સામે આવ્યું હતું,પરંતુ હાલ માં બધું લોલમલોલ અને લૂંટ લો સ્કીમ નો જાણે શેલ લાગી ગયો છે.
વલસાડ : ભારત દેશ આઝાદ થયો તે પહેલાં રાજપૂતો એ પોતાની કિંમતી જમીનો અને રજવાડા સામે ચાલીને અખંડ ભારત ની રચના માટે દેશ ને હવાલે કરી દીધા હતા અને તે બધું સરકારી બની ગયું હતું અને તેનો ફાયદો પ્રજા ને એટલે કે સુખાકારી માટે કરવાનો થતો હતો પરંતુ આજે આપણે જોઈએ છીએ કે આ કબ્જો ભ્રષ્ટાચારીઓ ના હાથ માં પહોંચી ગયા ના છાસવારે અહેવાલો બહાર આવે છે,પ્રજાને માત્ર મત આપી ને દેશપ્રેમ વ્યક્ત કરવા સિવાય કોઈ અધિકાર રહ્યો ન હોવાનું જણાય રહ્યું છે.
આજે દરેક ક્ષેત્ર માં ગેરરીતિઓ એ માઝા મૂકી છે, ત્યારે વાત કરવી છે દક્ષિણ ગુજરાત ના છેવાડે આવેલ અને કરોડો ની આવક કરતા ભીલાડ ચેકપોસ્ટ ની , આ ચેકપોસ્ટ ઉપર હાલ માં સરકારી નહીં બલ્કે ફોલ્ડર રાજ ચાલે છે,અને સરકારી માણસો ગણ્યા ગાંઠયા ની સંખ્યામાં ખૂણામાં ખુરશીઓ નાખીને બિચારા બનીને તમાશો જોયા કરે છે.
વિપુલ જાધવ અને વિપુલ જાધવ ની ટોળકી એ અહીં રીતસર નો કબ્જો જમાવી દીધો છે,સરકાર નું મંજુર મહેકમ વિભાગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભરવામાં આવતું નથી એટલુંજ નહીં પરંતુ આરટીઓ નો જે સ્ટાફ હોવો જોઈએ અને ટ્રાફિક કંટ્રોલ તેમજ ઓપરેટિંગ માટે જે વ્યવસ્થા તે છેજ નહીં પરિણામે ખુબજ ઓછા સ્ટાફમાં અહીં ફોલ્ડરિયા રાજ અસ્તિત્વ માં આવી ગયું છે. સરકાર દ્વારા ઈરાદા પૂર્વક મહેકમ ભરવામાં આવતું નથી
કહેવાય છે કે ભરત જાધવ અહીં ફોલ્ડરિયાઓ ની નિમણુંક કરે છે અને ત્રણ શિફ્ટમાં ફિલ્ડરિયાઓ કામ કરે છે, ચેકપોસ્ટ ની બંને તરફથી લાઈન ઉપર ટ્રક અને મલ્ટી એક્સલ વાહનો પાસે 50 થી માંડી રૂ .1000 સુધીનું ઉઘરાણુ તેમજ ઓનલાઇન મેમો ફોલ્ડરિયા બનાવતા હોવાની વાત બહાર આવી છે,અને કેશિયરો માત્ર મેમાં ના આધારે કાયદેસર ની રશીદ બનાવે છે,જ્યારે ગેરકાયદે નાણાં ઉઘરાવાનો ધંધો ફોલ્ડરિયાઓ કરી રહ્યાં છે
અને તેના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોવાથી ફોલ્ડરિયાઓ નું રાજ હાલ પુરબહાર માં ખીલી ઉઠ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ દેશદ્રોહીઓ કોણ કોણ છે તે જાણવા પ્રજાજનો માં ભારે ઉત્સુકતા ફેલાઈ છે, વિપુલ અને તેની ટોળકી ના કારનામા ની વધુ વિગતો આ અખબાર માં પ્રકાશિત કરવામાં આવનાર છે અને ગાંધીનગર માં બેઠેલા અકાઓ ના ચહેરા ના નકાબ ચીરી લોકો વચ્ચે ખુલ્લા પાડવામાં આવનાર છે.