વિશેષ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટે બુધવારે તૃણમૂલ કૉંગ્રેસ (TMC) નેતા અનુબ્રત મંડલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. CBIએ 11 ઓગસ્ટના રોજ કથિત પશુ તસ્કરી કેસની તપાસના સંબંધમાં અનુબ્રત મંડલની ધરપકડ કરી હતી.
આસનસોલની વિશેષ CBI કોર્ટના ન્યાયાધીશ રાજેશ ચક્રવર્તીએ અનુબ્રત મંડલની જામીન અરજી ફગાવી દેતાં તેને 7 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. મંડલને તે દિવસે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટે મંડલની કસ્ટોડિયલ પૂછપરછ માટે એજન્સીની વિનંતી પણ સ્વીકારી હતી. TMC નેતાના વકીલે, તેમના જામીન માટે વિનંતી કરતા, દાવો કર્યો હતો કે તેમની અને બીરભૂમ જિલ્લામાંથી પશુઓની કથિત દાણચોરી વચ્ચે કોઈ સંબંધ નથી.
ટીએમસી નેતાના વકીલે કહ્યું કે મંડલ 65 વર્ષનો છે અને તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડિત છે. સીબીઆઈના વકીલે મંડલની ન્યાયિક કસ્ટડીની માંગ કરતી જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મંડલ એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે.