Vote for Democracy કોંગ્રેસના નેતા પવન ખેરાએ એક અહેવાલને ટાંકીને લોકસભાની મત ગણતરીમાં મતોના તફાવત પર ચિંતા વ્યક્ત કરી છે. ખેડાએ જણાવ્યું હતું કે પ્રારંભિક અને અંતિમ ગણતરી વચ્ચે લગભગ 5 કરોડ મતનો તફાવત છે, જેના કારણે સંસદમાં બેઠકોની વહેંચણીમાં ફેરફાર થઈ શકે છે.
Vote for Democracy કોંગ્રેસ નેતા પવન ખેરાનો આ દાવો
‘લોકસભા ચૂંટણી 2024નું સંચાલન’ ટાઈટલ સાથે ‘વોટ ફોર ડેમોક્રેસી’ના રિપોર્ટ પર
આધારિત છે. હા…પવન ખેડાએ શનિવારે 27મી જુલાઈના રોજ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ મુદ્દો ઉઠાવ્યો છે. ખેડાએ લખ્યું, ‘મતોની પ્રારંભિક ગણતરી અને મતોની અંતિમ ગણતરી વચ્ચે લગભગ 5 કરોડ મતનો તફાવત છે.’
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે NDA/BJP વોટમાં વધારા દ્વારા
15 રાજ્યોમાં ઓછામાં ઓછી 79 સીટો જીતી શક્યું છે. જો આ સાચું છે, તો તેનો અર્થ એ થશે કે ઈન્ડિયા બ્લોકની સંસદમાં સૌથી વધુ બેઠકો હોત. એટલું જ નહીં, તેમણે આગળ લખ્યું કે ચૂંટણી પંચે 7 તબક્કામાં મતદાનની અંતિમ ટકાવારી જાહેર કરવામાં વિલંબ કર્યો, જે ફરીથી ગંભીર ચિંતાનો વિષય છે.
https://twitter.com/Pawankhera/status/1817045609402237034
તેમણે કહ્યું કે જો આ અહેવાલ ખોટો છે તો @ECISVEEP એ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને લોકતાંત્રિક પ્રક્રિયામાં લોકોનો ડગમગતો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ. પરંતુ, જો રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે તે સાચું છે, તો ભારતીય લોકશાહીનો રાજકીય ઇતિહાસ તેના નિર્ણાયક વળાંક પર છે.