કોરોનાનો સામનો કરવા માટે નોયડા જિલ્લાધિકારી IAS સુહાસ એલ. વાઈએ એક અગત્યનો આદેશ બહાર પાડ્યો છે. 24 કલાકની અંદર બહાર પાડવામાં આવેલા તેમના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ સંચાલકો કે માલિકો કોઈપણ બાળક કે તેમના વાલી પાસેથી ફી માગશે નહીં. જો તેવું કરતા પકડાશે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે અને 1 વર્ષની જેલ પણ થશે. લોકડાઉન અને કોરોના મહામારીના સમયમાં શાળાના સંચાલકોએ ફી તરત જમા કરવાનું કહી દીધું હતું. વાલીઓ અને બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં લેતા તેમણે કહ્યું કે, સ્કૂલવાળા સીધો મોરચો લેવાથી બચે છે કારણ કે તેનાથી સ્કૂલ તંત્ર બાળકો અને વાલીઓને માનસિક રીતે ત્રાસ આપે છે.
જિલ્લાધિકારી સુહાસ એલ. વાઈએ એક કડક આદેશ બહાર પાડતા બેલગામ સ્કૂલના માલિકોને જણાવ્યું કે, તેઓ મુસીબતના સમયમાં પણ જો બાજ આવ્યા નહીં તો પરિણામ ગંભીર આવી શકે છે. આદેશમાં લખ્યું છે કે, કોઈપણ સ્કૂલ માલિક કોઈપણ વાલી પર ફી ભરવાનું દબાણ કરશે નહીં. જો એવું કરતા કોઈ સ્કૂલ સંચાલક પકડાશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સખત કાર્યવાહી કોઈ નાણાકીય દંડ કે ચેતવણી નોટિસ સુધી સીમિત રહેશે નહીં. આદેશ અનુસાર, આરોપી સ્કૂલ માલિકોની સામે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવશે. ત્યાર પછી તેમની ધરપકડ કરીને તેમને ઓછામાં ઓછા 1 વર્ષ માટે જેલ મોકલવામાં આવશે. જો આદેશના ઉલ્લંઘનમાં કશે લોકશક્તિ થાય છે તો આ જેલવાસ 2 વર્ષનો થઈ જશે. જેથી ફસાવા પર તેઓ બહાના ન કરી શકે કે તેમને જિલ્લાધીકારીના આદેશની જાણકારી નહોતી.