ભારતની અડધી વસ્તી 24 વર્ષથી ઓછી ઉંમરની છે, જ્યારે તેમના 65 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના છે. આ યુવારાષ્ટ્રને સુરક્ષિત કરવા માટે યુવાનોનું ભવિષ્ય વિચાર કરવો અતિ જરૂરી છે. આવા સમયે પ્રજનન સ્વાસ્થ્ય પણ એક મહત્વપૂર્ણ કારણ છે. હાલમાં જ ભારતમાં કંડોમોલોજી જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ ગ્રાહકના મનોવિજ્ઞાન અને કંડોમ પ્રત્યે દ્રષ્ટિકોણનું વિશ્લેષણ કરે છે. આ રિપોર્ટને કંડોમ અલાયંસ, હજારમાં રહેલી કંપનીઓ અને કેટલાય સમૂહો દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ રિપોર્ટનો ઉદ્દેશ્ય ભારતમાં યુવા લોકોની ભલાઈ સુધાર કરવાનો અને કંડોમનો ઉપયોગ વિશે ખોટી ધારણા દૂર કરવાનો છે. આ રિપોર્ટ જણાવે છે કે, કેવી રીતે અનિયોજીત ગર્ભધારણની સંખ્યા, અસુરક્ષિત ભ્રુણહત્યા અને એસટીઆઈની સંખ્યામાં વૃદ્ધિ યુવાનો માટે સતત વિકાસ અને લક્ષ્ય પ્રપ્ત કરવામાં એક મહત્વની અડચણ તરીકે કામ કરે છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસઅથ્ય સર્વેક્ષણના આંકડાનો હવાલો આપતા આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, 20થી 24 વર્ષની ઉંમરના લગભગ 80 ટકા પુરૂષો પોતાના અંતિમ યૌન સાથી સાથે ગર્ભનિરોધકનો ઉપયોગ નથી કર્યો. જે પ્રજનન અને યૌન સ્વાસ્થ્ય માટે મોટુ સંકટ છે.
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં કંડોમનો ઉપયોગ ખૂબ જ નહીવત છે. ભારતમાં ફક્ત 5.6 ટકા લોકો જ તેનો ઉપયોગ કરે છે. રિપોર્ટ કહે છે કે, સંરક્ષિત સેક્સ અને ગર્ભ નિરોધકનો ઉપયોગ વિશે સામાજિક કંડીશનીંગ અને સામાજિક નિર્ણય હજૂ પણ બાધારૂપ છે. જેમાં ભારતના યુવાનો હજૂ પણ બહાર આવી શક્યા નથી. ફક્ત 7 ટકા મહિલાઓ અને 27 ટકા પુરૂષો લગ્ન પૂર્વેના યૌન સંબંધો દરમિયાન કંડોમનો ઉપયોગ કર્યો છે. જ્યારે ફક્ત 3 ટકા મહિલા અને 13 પુરૂષોએ નિત્યક્રમે કંડોમનો ઉપયોગ કર્યો છે. આ તમામ ડેટા 2014-15માં કરવામાં આવેલા NFHS-4 સંશોધનમાંથી મળ્યા છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગર્ભ નિરોધક વિશે જાગૃતતા ફેલાવવા માટે સરકારનું નેતૃત્વવાળા અભિયાનો છતાં ભારતના કંડોમ બજારમાં છેલ્લા થોડાક વર્ષોમાં ફક્ત 2 ટકાનો વધારો છે. વૈશ્વિક ડેટા ભારતીય યુવાનો અને પશ્ચિમી યુવાનોની વચ્ચે સેક્સ અને ગર્ભ નિરોધકના સંબંધોમાં સાંસ્કૃતિક અને સામાજિક અંતર ઉજાગર કરે છે. ભારત દુનિયાબરમાં એચઆઈવી મામલે ત્રીજા નંબરે છે.ભારતમાં ઓછા ગર્ભનિરોધકના વપરાશને લઈને રિપોર્ટમાં કહેવાયુ છે કે, કંડોમની જરૂરિયાત, તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત અને કેવી રીતે ખરીદવુ તેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં સંકોચની ભાવના છે. કંડોમ અલાયંસના સભ્ય અને ભારતના મુખ્ય ડિજીટલ યૌન અને પ્રજનન સ્વાસ્થ્ય અને અધિકાર સૂચના મંચ લવ મેટર્સના સંસ્થાપક વિથિકા યાદવ કહે છે કે, આપણા દેશની હાલની જનસાંખ્યિકી ગર્ભનિરોધકની આસપાસ ખુલ્લા, ઈમાનદાર અને આકર્ષક સંચારની માગ કરે છે.