રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભાવનગરમાં વિશ્વનું સૌથી મોટુ CNG ટર્મિનલ સ્થાપવાની મંજૂરી આપી છે. આ સાથે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.જેના માટે સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગૃપ-કોન્સોર્રીયમને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપવામાં આવશે..ટર્મિનલની સ્થાપનાથી સોળસો કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે.
ટર્મિનલની સ્થાપનાથી સોળસો કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે
ટર્મિનલ માટે પ્રથમ તબક્કામાં ૧ હજાર ૩૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે.. આ પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ ૧ હજાર ૯૦૦ કરોડનું મૂડીરોકાણ છે. આ ટર્મિનલ રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આકાર પામશે.. પ્રતિ વર્ષ ૧પ લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે.. અને પ્રતિ વર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રતિ વર્ષ ૧પ લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે
પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૦૦ કરોડનું મૂડીરોકાણ થશે, ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ ૧૯૦૦ કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે, રાજ્યના સૌ પ્રથમ આ CNG ટર્મિનલ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આકાર પામશે.
- ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવામાં આવશે
- CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી ૯ મિલીયન મેટ્રિક ટન થશે
- મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવશે
- રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે
વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે
- મુખ્યમંત્રીએ જામનગરના સચાણા પોર્ટને પૂન: ધમધમતું કરવા આપેલી મંજૂરી બાદ હવે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલને ભાવનગરમાં નિર્માણની મંજૂરી આપી
- સૌરાષ્ટ્રના સમૂદ્ર કિનારાની પૂરાતન જાહોજલાલીને અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટસથી પૂન: ધબકતી કરવાની મુખ્યમંત્રીની નેમ સાકાર થશે
- સી.એન.જી. ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે
વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે
નોંધપાત્ર છે કે પ્રતિ વર્ષ ૧પ લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે.પ્રતિ વર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિપબ્રેકીંગ-શિપ રિસાયકલીંગ ઊદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી બનશે.