જ્યારે આપણે કોઈ સભ્યતા અને સંસ્કૃતિને સ્વીકારીએ છીએ ત્યારે તેની તમામ વસ્તુઓનો પણ સ્વીકાર થાય છે. તેજ રીતે વિએતનામ સાથેના ભારતના સંબંધો વધતા જ બંને દેશના લોકો વચ્ચે અને કંપનીઓ વચ્ચે આપસી લેણ-દેણ શરુ થઈ છે. આવા જ એક ભાગરુપે વિવાદોથી ભરપૂર વિએતનામી એરલાઇન ‘VietJet’ ભારતમાં પોતાની સર્વિસ લોંચ કરવા જઈ રહી છે. આ એજ એરલાઇન્સ છે જે ઓનબોર્ડ બિકની મોડેલ અને ફેશન શો માટે દુનિયાભરમાં જાણીતી બની છે.
VietJet આ વર્ષના જુલાઈ-ઓગસ્ટથી નવી દિલ્હીથી વિએતનામના હો ચી મિંચ શહેર સુધીની ડાઈરેક્ટ ફ્લાઇટ એનાઉન્સ્ડ કરી છે. હવે તમને જો સવાલ થતો હોયો કે કેમ બિકિની એરલાઇન્સ છે તો જણાવી દઈએ કે માર્કેટિંગ માટે આ એરલાઇન્સે અપનાવેલ રસ્તાના કારણે તેની ઘણી નિંદા થઈ હતી. VietJet પોતાના વાર્ષિક કેલેન્ડરમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્સ, ગ્રાઉન્ડ સ્ટાફ અને પાયલોટ તરીકે બિકિની પહરેલી મોડેલ્સને દર્શાવી હતી. હવે યાદ આવ્યું હશે તમને….
વિએતનામના અબજોપતિ મહિલા ઉદ્યોગસાહસિકે આ એરલાઇન્સ શરુ કરી છે. તેમજ ઓનબોર્ડ ફેશન શો અને બિકિની મોડેલના રેમ્પવૉકથી આ વિમાની કંપનીએ ખાસ્સી ચર્ચા જગાવી છે. ઇમેજીન કરો કે તમે પ્લેમાં જાવ અને કોઈ બિકિની ગર્લ તમારુ સ્વાગત કરે તો? જોકે તેમના આ પ્રયોગને જાતિવાદી અને લિંગ ભેદભાવ માટે વખોડાયો પણ છે.
VietJet પોતાની ફ્લાઇટમાં છાસવારે ઓનબોર્ડ મોડેલિંગ શો કરવા માટે જાણિતી છે. 2002માં તો એરલાઇન્સે સ્થાનિક સૌદર્યસ્પર્ધાની ટોપ 5 સ્પર્ધકોને રેમ્પ પર ઉતારી હતી. જેના કારણે સેફ્ટી નીયમોના ભંગ માટે એરલાઇન્સને 55,000 રુપિયાનો દંડ પણ થયો હતો. તો આ વખતે તેમણે પ્લેનના એન્કર સાથે બિકિની પહેરેલી મોડેલને પરેડ કરાવી ફરી એકવાર વિવાદ સર્જ્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે આ તો તેમણે નેશનલ ફૂટબોલ ટીમના ફાયદા માટે કર્યો હતો. જેમાં ટીમ તે જ પ્લેનમાં આ શોને જોવા માટે સવાર હતી.
VietJetના ફાઉન્ડર થી ફોંગ થાઓનો આ પ્રકારની જાહેરાત અંગે બિલકુલ અલગ જ વ્યૂ ધરાવે છે. તેઓ કહે છે કે, ‘આ પ્રકારે જાહેરાત કરવાથી વિએતનામના રુઢીચુસ્ત સમાજમાં મહિલાઓનું એમ્પાવરિંગ કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે વિએતનામના દરેક સ્ત્રી-પુરુષને એમ્પાવરમેન્ટનો આ કોન્સેપ્ટ પસંદ પડ્યો હશે.’ હવે જોવાનું એ રહે છે કે ભારત આવતી ફ્લાઇટમાં VietJet પોતાની આદત મુજબ આવા શો યોજે છે કે પછી સંસ્કારી ફ્લાઇટ બને છે.
ડાઇરેક્ટ ફ્લાઇટ એટલે કે સામાન્ય રીતે એક સ્ટોપ ઓવર હોય છે. જ્યારે નોન સ્ટોપ ફ્લાઇટ ક્યાંય પણ સ્ટોપ કર્યા વગર ઉડે છે. જેમ કે આ કેસમાં નવી દિલ્હી થી હો ચી મિંચની ફ્લાઇટ થાઇલેન્ડ, સિંગાપોર અને મલેશિયા ક્યાંય સ્ટોપ કરી શકે છે. જ્યાં પ્રવાસીઓને સ્ટોપ ઓવર હોય છે