દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર દેશભ્રમ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણીમાં ઉત્તર પ્રદેશમાં નોઇડા ઓથોરિટીએ 1250 કિલોના પ્લાસ્ટિકના કચરામાંથી ગાંધી બાપુનો ચરખો બનાવ્યો છે. આ ચરખો 14 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો છે. તેને સેક્ટર-94માં મહામાયા ફ્લાઈઓવર પાસે ગ્રીન એરિયામાં મૂક્યો છે. ગૌતમ બુદ્ધ નગરના સાંસદ મહેશ શર્મા અને નોઇડાના એમએલએ પંકજ સિંહે મંગળવારે આ ચરખાનું ઉદ્ઘાટન કર્યું.
નોઇડા ઓથોરિટીના સીઈઓ રીતુ મહેશ્વરીએ કહ્યું કે, ચરખો એ ગાંધીજીના સપના સ્વદેશીનું પ્રતીક છે. પ્લાસ્ટિકના કચરામાંથી બનેલો આ ચરખો દુનિયાનો સૌથી મોટો ચરખો છે. આ ચરખો લોકોને પ્લાસ્ટિકનો યોગ્ય ઉપયોગ કરવા બદલ જાગૃકતા ફેલાવવા માટે બનાવ્યો છે.