BJP: ભાજપ દ્વારા 24 રાજ્યોના પ્રભારી અને સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.. વિનોદ તાવડે બિહારના પ્રભારી રહેશે, શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશના પ્રભારી રહેશે. નીતિન નવીનને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા. ડૉ.સતીશ પુનિયાને હરિયાણાના પ્રભારી અને લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
આ યાદીમાં જોઈ શકાય છે કે નવા રાજ્યોમાં પણ ઘણા પ્રભારીઓને તક આપવામાં આવી છે.
આ યાદીમાં જોઈ શકાય છે કે આંદામાન અને નિકોબારની જવાબદારી રઘુનાથ કુલકર્ણીને, અરુણાચલ પ્રદેશની જવાબદારી અશોક સિંઘલને આપવામાં આવી છે. આશિષ સૂદ ગોવાની જવાબદારી સંભાળે છે. જમ્મુ-કાશ્મીરની જવાબદારી તરુણ ચુગને આપવામાં આવી છે, જેની સાથે આશિષ સૂદને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યંત્રી વિજય રુપાણીને પંજાબના પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.
ભાજપ માટે દક્ષિણનું રાજ્ય ઘણું મહત્વનું છે.
જનતા સુધી પહોંચવા માટે ભાજપે કર્ણાટકમાં રાધા મોહન દાસ અગ્રવાલને જવાબદારી સોંપી છે, જ્યારે કેરળની જવાબદારી પ્રકાશ જાવડેકરને મળી છે.
ભાજપ દરેક જગ્યાએ પહોંચવા માંગે છે. આવી સ્થિતિમાં ઉત્તર-પૂર્વના રાજ્યો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અજીત ગોપચાડેને મણિપુરની જવાબદારી મળી છે. મિઝોરમની જવાબદારી દેવેશ કુમાર પાસે છે, જ્યારે નાગાલેન્ડ માટે અનિલ એન્ટોનીની પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને દાદરા નગર હવેલી અને દિવ-દમણના પ્રભારી બનાવવામાં આવ્યા છે.