છેલ્લા 4 વર્ષથી સંગઠન નબળું પડી ગયું છે અને કાર્યકર્તાઓ સરકારના મંત્રીઓથી નારાજ અને નિરાશ છે જેનો તોડ કાઢી હવે રાજયકક્ષાના મંત્રીઓને અઠવાડિયામાં 2 દિવસ કમલમ બેસવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં જ હવે સરકારના રાજ્ય કક્ષાના મંત્રીઓને પાર્ટી કાર્યાલય બેસાડવાનું આયોજન બીજેપી કરો રહ્યું છે. અઠવાડિયાના સોમવાર અને મંગળવારે એક વિભાગમાં મંત્રીઓને કમલમ બોલાવવામાં આવશે અને કાર્યકર્તાઓના પ્રશ્નોના સમાધાન કરવાનું રહેશે.છેલ્લા ઘણા સમયથી સરકારથી અને સંગઠનથી નારાજ છે. કારણો અનેક છે. છેલ્લા ઘણા સમયથી કોંગી નેતાઓ ભાજપમાં આવે છે અને મંત્રી બની જાય છે અને મૂળ કાર્યકર્તાઓને ખુરસી સાફ કરવી ને દરવાજે ઉભા રહેવાનું જ થતું હોવાનો અહેસાસ કરી રહ્યા હતા ઘણા એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે કાર્યકર્તાઓને કામ થતા નથી.
ચૂંટણી સમયે પેઇઝ પ્રમુખ સુધી નિમણુંક કરી દેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ પોતાના વિસ્તારના નાના મોટા કામો લઈ લોકો તેમની પાસે જાય છે.જ્યારે એ કાર્યકર્તાઓ પોતાના કામ લઈને સરકારમાં જાય છે તો ઘણી વખત વીલા મોઢે પરત ફરવું પડે છે ઘણી વખત તો મંત્રીઓ પોતાની પાર્ટીના જ કાર્યકર્તાઓને સમય પણ આપતા નથી. અને ધરમ ધક્કો પડે છે જેને લઈને અનેક સમસ્યા ઉદભવે છે અને મતદારોના ઠપકા સાંભળવા પડે છે. જેને લઈને ભાજપ જનાધાર પણ ગુમાવી રહ્યો છે તો કાર્યકર્તા પણ નારાજ થઈ રહ્યા છે જો મંત્રી અહીં બેસવાનું ચાલુ કરશે તો ત્વરિત કાર્યકર્તાના કામનો ઉકેલ આવશે.સાથે સચિવાલય માં પણ બેસી નહીં રહેવું પડે અને કેટલાક મંત્રીઓ જે કાર્યકર્તાઓને સમય નથી આપતા તેમને પણ સાંભળવા ફરજીયાત થશે જેને લઈને હવે આયોજન કરવામાં આવ્યું છે અને સંગઠને સરકારના મંત્રીઓને પણ સૂચના આપી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે તો કોણ ક્યારે પોતાના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીઓને કાર્યાલય મોકલશે તેનું પણ આયોજન પણ નજીકના ભવિષ્યમાં કરી દેવા સૂચના આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.