ગુજરાત યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ એકશન મોડમાં જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રોમાંચક અને રસપ્રદ બનવા જઇ રહી છે. કારણ કે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષો સક્રિય બનતા સત્તાપક્ષ અને વિપક્ષમાં પણ અંદરોઅંદર ઉચાટ જોવા મળી રહ્યો છે આગામી ચૂંટણીને જોતા ભાજપ ગુજરાત સર કરવા 150 પ્લસના નેમ સાથે મેદાનમાં ઉતરશે જેને લઇ ચૂંટણી પહેલા ફરી એકવાર કેન્દ્રીયમંત્રી અમિતશાહ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર સહ પ્રભારી સુધીર ગુપ્તા ભાજપના ગઠ સમાન ગણાતા ગુજરાતમાં પાર્ટીને વધુ મજબૂત કરવા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સ્વપ્નને સાકાર કરવા એક બાદ એક કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ પણ ગોઠવાઇ રહ્યા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપે પોતાન ગઢ સમાન ગણાતા ગુજરાતને પ્રચંડ બહુમતી સાથે સર કરવા કવાયત તેજ કરી છે.આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત તરફ પ્રવાસ વધારે તો તેમા કોઇ બેમત નથી . આજે અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી અમિતશાહ આવશે જે બાવળા ખાતે આવેલા કેંસવિલ રિસોર્ટમાં ભાજપની બે દિવસીય ચિંતન શિબિર યોજાશે જેમાં તમામ નેતાઓ, મંત્રીઓ હાજર રહેશે આ ચિંતન શિબિરમાં વિધાનસભાની ચૂંટણી અંગે અમિતશાહ પાર્ટીના લોકોને માર્ગદર્શન આપશે અને ચૂંટણીનો રોડમેપ તૌયાર કરી કેવા મુદ્દાઓને લઇ સરકાર લોકો સમક્ષ જવુ તે અંગે રણનિતિ ઘડશે
