AIIMS દિલ્હીના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સ્ટડીએ ગયા બુધવારે પોતાના કોવિડ વોર્ડમાં મ્યુકોમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની વહેલી તકે તપાસ અને તેને અટકાવવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં કોવિડ વોર્ડમાં જોખમવાળા તમામ દર્દીઓની ઓળખ કરવા અને તેમનામાં બ્લેક ફંગસની પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈનમાં કોરોના દર્દીઓને પોતાની તપાસ કરાવવા સિવાય તેમની રાખનારાઓને પણ બ્લેક ફંગસના લક્ષણો પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરોના અનુસાર, મ્યુકોમાઈકોસિસના કેસ કોરોનાનાં તે દર્દીઓમાં જોવા મળી રહ્યા છે જેમને સ્ટેરોઈડ આપવામાં આવી હતી. ખાસ કરીને તે લોકોમાં જે ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત છે. ડૉક્ટરનું કહેવું છે કે, ડાયાબિટીસ અને બ્લેક ફંગસના ઈન્ફેક્શનની વચ્ચે મજબૂત સંબંધ છે.
- AIIMSએ આંખોના ડૉક્ટરોને આવા તમામ જોખમવાળા દર્દીઓની બ્લેક ફંગસ માટે બેઝિક તપાસ કરવા માટે કહ્યું છે.
- બેઝિક તપાસ બાદ દર્દીને રજા આપવામાં આવે ત્યાં સુધી દર અઠવાડિયે આવી તપાસ કરવામાં આવે.
- ડૉક્ટરોએ દર્દીઓને ડિસ્ચાર્જ થયા બાદ પણ દર બે સપ્તાહમાં ત્રણ વખત ફોલોઅપ તપાસ કરવાની સૂચના આપી છે.