નવી દિલ્હી : બીએમડબ્લ્યુ (BMW) મોટોર્રાડે આખરે ભારતમાં તેની નવી આર 18 (R18) ક્રુઝર મોટરસાયકલ લોન્ચ કરી છે. તેને બે વેરિઅન્ટમાં ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. BMW R18 ક્રુઝર વેરિએન્ટની કિંમત 18.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. બીએમડબ્લ્યુ આર 18 ફર્સ્ટ એડિશન 21.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકો તેને BMW મોટોર્રાડ ડીલર નેટવર્ક દ્વારા બુક કરાવી શકે છે. આ મોટરસાઇકલ સીબીયુ રૂટથી ભારત લાવવામાં આવશે.
1,802 સીસીનું છે એન્જિન
બીએમડબ્લ્યુ આર 18 એ 1802 સીસીનું શક્તિશાળી હવા અને ઓઇલ કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે, જે બીએમડબ્લ્યુ દ્વારા ઉત્પાદિત અત્યાર સુધીનું સૌથી મોટું મોટરસાયકલ એન્જિન છે. આ શક્તિશાળી એન્જિન 91 બીએચપી પાવર અને 157 ન્યૂટન ટોર્ક જનરેટ કરે છે. બીએમડબ્લ્યુ દાવો કરે છે કે આ મોટરસાયકલ માત્ર 4.8 સેકંડમાં 0 થી 100 કિ.મી. / કલાકની સ્પીડ પકડે છે અને તેની ટોચની સ્પીડ 180 કિ.મી. / કલાક છે.
ખાસ ફીચર્સ
આ મોટરસાયકલમાં એબીએસ, સ્થિરતા નિયંત્રણ અને ત્રણ રાઇડિંગ મોડ્સ મળે છે. આ ક્રુઝર મોટરસાયકલમાં ડ્રાઈવરની સુવિધા માટે હિલ હોલ્ડ એસિસ્ટ, હીટીડ હેન્ડલ ગ્રિપ અને રિવર્સ ગિયર પણ આપવામાં આવ્યા છે.
ભારતીય બજારમાં, બીએમડબ્લ્યુ આર 18 મોટરસાયકલ હાર્લી ડેવિડસન સાથે ડુકાટી ડિયાવેલ 1260 અને ટ્રાયમ્ફની રોકેટ 3 મોટરસાયકલ સાથે સ્પર્ધા કરશે.