આર્યન ખાનની ધરપકડ કરનારા NCB અધિકારી પર નજર રાખવાની ફરિયાદ
મુંબઈ NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ પર પીછો કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે મહારાષ્ટ્રના DGP સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે. સમીર વાનખેડેએ DGP ને કહ્યું કે સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓ તેનો પીછો કરી રહ્યા છે.
સમીર વાનખેડેએ જણાવ્યું કે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ ડ્રગ્સ કેસના ખુલાસા સમીર વાનખેડેએ જ કર્યા છે. સમીર વાનખેડે એક કડક અધિકારી છે. હાલના દિવસોમાં તેમના જ નેતૃત્વમાં NCB અનેક મોટા સેલિબ્રિટી પર કાર્યવાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ એક ક્રૂઝ પર એક પાર્ટીમાં રેડ પડતા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ સમીર વાનખેડે ફરીથી એકવાર ચર્ચામાં છે.
સમીર વાનખેડે 2008 બેચના આઈઆરએસ અધિકારી છે. NCB જોઈન કરતા પહેલા તેઓ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં હતા. એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે પણ કામ કરી ચૂક્યા છે. એર ઈન્ટેલિજન્સ યુનિટના ચીફ હતા ત્યારે વાનખેડેને ઘણીવાર મારી નાખવાની ધમકીઓ પણ મળી ચૂકી છે.જ્યારે તેમને સિક્યુરિટી કવર આપવાની રજૂઆત થઈ તો વાનખેડેએ નીડરતાથી ના પાડી દીધી હતી.