Amit shah : અમિત શાહ પહોંચ્યા એ બોર્ડર પોસ્ટનું બિહાર સાથે શું છે કનેક્શન? જાણીને થશે ગર્વ
Amit shah : જમ્મુ-કાશ્મીરના હીરાનગર સેક્ટરમાં આવેલા વિનય બોર્ડર આઉટપોસ્ટે ગૃહમંત્રી અમિત શાહની ખાસ મુલાકાત મેળવી છે. જોકે આ સરહદી ચોકી માત્ર રણનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનો એક ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ સંબંધ બિહાર સાથે પણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આવેલા ‘વિનય બોર્ડર આઉટપોસ્ટ’ પર પહોંચ્યા હતા. આ સરહદ ચોકીનો બિહાર સાથે સીધો સંબંધ છે, કારણ કે તેનું નામ બિહારના વતની અને શહીદ BSF અધિકારી વિનય પ્રસાદના નામ પરથી રાખવામાં આવ્યું છે.
વિનય પ્રસાદ 15 જાન્યુઆરી 2019ના રોજ પાકિસ્તાનના સ્નાઈપર હુમલામાં શહીદ થયા હતા. તેમણે જીવનના અંતિમ શ્વાસ સુધી ભારતની સુરક્ષામાં પોતાનું યોગદાન આપ્યું. તેમના બલિદાનની યાદગાર તરીકે આ ચોકીનું નામ “વિનય બોર્ડર આઉટપોસ્ટ” રાખવામાં આવ્યું.
આ ચોકી દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સ્થિત છે અને BSF માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીંના દાયરા હેઠળ સતત ઘૂસણખોરી, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે ધ્યાન રાખવું પડે છે. ભૌગોલિક રીતે અઘરા અને ઊંચા પ્રદેશમાં વસેલી આ ચોકી પરથી સૈનિકોને નજીકના વિસ્તારો પર નજર રાખવી સરળ બને છે.
શહીદ વિનય પ્રસાદનું શૌર્ય
વિનય પ્રસાદ બિહારના છાપરાના રહેવાસી હતા અને BSFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. 14 જાન્યુઆરી 2019ના રોજ સવારે 10:50 વાગ્યે પાકિસ્તાન તરફથી થયેલા સ્નાઈપર હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમણે શહીદી વ્હાલી લીધી. ત્યારે તેઓ માત્ર 35 વર્ષના હતા.
અમિત શાહે શહીદને આપી શ્રદ્ધાંજલિ
વિનય બોર્ડર પોસ્ટની મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ શહીદ વિનય પ્રસાદને શ્રદ્ધાંજલિ આપી. સાથે જ તેમણે બોર્ડર પર તૈનાત BSF જવાનો સાથે સંવાદ પણ કર્યો. તેમણે કહ્યું કે, “તમે અતિકઠિન પરિસ્થિતિઓમાં દેશની સેવા કરો છો, તમારું યોગદાન અણમોલ છે.”
મજબૂત સરહદ માટે ટેકનોલોજીનો સહારો
અમિત શાહે જાહેરાત કરી કે બોર્ડર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ લગાવવામાં આવશે. આ ટેકનોલોજી BSFને કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે અગાઉથી જાણકારી આપશે અને સમયસર પ્રતિસાદ આપવા સક્ષમ બનાવશે.
શહીદોના બલિદાનને કદી ન ભૂલાઈ શકે
વિનય બોર્ડર પોસ્ટ માત્ર એક ચોકી નથી, પણ એ શહીદ વિનય પ્રસાદના બલિદાનની શાશ્વત યાદગાર છે. તેમના જેવા વીરપૂત્રોના કારણે જ દેશના નાગરિકો સુરક્ષિત છે. તેમના શૌર્યને સલામ!