ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી, હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઉપર છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.
વર્ષ 2022ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થાય ગઈ છે. ત્યારે તા.24 માર્ચના આવનારી ચૂંટણીને લઈને આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આપના નેતા ઇશુદાન ગઢવીએ બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તેમજ છોટુભાઇ વસાવાનીની મુલાકાત મહેશભાઈના નિવાસ સ્થાને કરી હતી. હવે બીજેપીને ચૂંટણીમાં હંફાવવા માટે આપ, બીટીપી સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં BTP નું વર્ચસ્વ છે.BTPના બે ધારાસભ્યો છે, મહેશ વસાવા અને છોટુ વસાવા BTPના ધારાસભ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ BTPના બે ધારાસભ્યો છે. જો કે BTPએ હાલ AAP તરફથી મળેલા પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજેપી ની નીતિઓની હંમેશા વિરોધ કરતા છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં આપ સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ બીટીપી એ એઆઈએમઆઈએમ સાથે હાથ મિલાવ્યા હતા. હવે આપ અને બિટીપીના ગઠબંધનમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોને કેટલો ફાયદો થાય છે એ તો સમય જ બતાવશે.