ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ખાસ 234 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લઈને તેના ગ્રાહકો માટે ભેટ લઈને આવ્યુ છે. આ પ્લાન BSNLનો લેટેસ્ટ પ્લાન 30 દિવસ સુધી ઉપયોગ કરી શકાશે જેમાં 90 GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વિશેષતા એ છે કે આ પ્લાનમાં રોજના ડેટાના ઉપયોગ માટે કોઈ સીમા રેખા નથી. BSNLના આ રીચાર્જ પ્લાનમાં રોજના 100 SMS મફત કરી શકશો. 234 રૂપિયાના BSNL પ્રીપેડ પ્લાન સાથે કંપનીએ એકસ્ટ્રા ડેટાની ઓફર પણ કરી છે. આ સાથે કેટલાક પ્લાનમાં 15 GB વધારાનો ડેટા આપવામાં આવશે.
BSNL Prepaid Plan
234 રૂપિયાનો પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને રોજના 250 મિનિટ વોયસ કોલ મફત મળશે. ટેલીકોમ સર્કલની કોઈ બાધા નથી. આ સુવિધા દિલ્હી અને મુંબઈ સર્કલમાં પણ કોલ કરી શકશો. આ સિવાય મહત્વની વાત તો એ છે કે તેમાં 90 GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનને તમે PLAN<space>SMARTને 123 પર મોકલી અથવા *444*234# ડાયલ કરી આ પ્લાન એક્ટિવેટ કરાવી શકશો.
કંપની તરફથી 186 રૂપિયા, 446 રૂપિયા, 485 રૂપિયા અને 666 રૂપિયા તેમજ 1699 રૂપિયાનો પ્લાનમાં વધારાનો ડેટા મળશે. સાથે 187, 349,399 અને 429 રૂપિયાના સ્પેશિયલ ટૈરિફ વાઉચરથી મેળવી શકશો. વધારાનો ડેટા 15 સપ્ટેમ્બર સુધી મળશે.