મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં પોલા તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં બળદોને સજાવીને તેમને ગલીઓમાં ફેરવવામાં આવે છે. અને તેમની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની પુજામાં જ એક અજીબોગરીબ ઘટના સામે બની છે. જેમાં એક બળદ દોઢ લાખ રૂપિયાનું મંગળસૂત્ર ગળી ગયો હતો. નવ દિવસ બાદ તેના પેટમાંથી કાઢવા માટે તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યુ હતુ.
વાસ્તવમાં મહારાષ્ટ્રનાં અહમદનગરના એક ગામમાં એક ખેડૂત પોલાના દિવસે પોતાના બળદને આખા ગામમા ફેરવ્યો હતો અને તેની પુજા કરી હતી. પૂજાના સમયે થાળીમાં ખેડૂતની પત્નીનું મંગળસૂત્ર રાખેલું હતુ. બસ એજ દરમ્યાન વીજળી જતી રહી.
વીજળી જતાં જેવી ખેડૂતની પત્ની મીણબત્તી લેવા માટે ગઈ કે, બળદે થાળીમાં રાખેલી મીઠાઈની સાથે રાખેલું મંગળસૂત્ર ગળી ગયો હતો. પત્નીએ જ્યારે આ વાત ખેડૂતને જણાવી તો ખેડૂતો બળદનાં મોઢામાં જોયું પરંતુ ત્યાં સુધીમાં તો મંગળસૂત્ર બળદનાં પેટમાં પહોંચી ગયુ હતુ.
ગામના લોકોની સલાહ મુજબ, ખેડૂતે રાહ જોઈ કે બની શકે કે તેનાં છાણમાં મંગળસૂત્ર નીકળે. લગભગ આઠ દિલસ ખેડૂતે બળદનાં છાણમાં મંગળસૂત્રને શોધ્યુ પરંતુ તે મળ્યુ નહી.
અંતે ખેડૂત બળદને લઈને ડોક્ટર પાસે ગયો હતો. તપાસ કરતાં સામે આવ્યુકે, મંગળસૂત્ર બળદનાં રેટિકુલમમાં ફસાયેલું છે. ત્યારબાદ ડોક્ટરે 9 સપ્ટેમ્બરે બળદનું ઓપરેશન કર્યુ અને મંગળસૂત્ર નીકાળ્યુ. બળદની સ્થિતી સ્થિર છે. તેને ટાંકા મારવામાં આવ્યા છે. અને તે દેખરેખ હેઠળ છે.
ઉલ્લેખનીય છેકે, પોલાનાં તહેવારમાં જે ઘરોમાં બળદ હોય છે, તેમને શણગારીને ગામમાં ફેરવવામાં આવે છે. અને બળદોને ખાવા માટે આપવામાં આવે છે અને તેમની પૂજા થાય છે. અમુક લોકો બળદોને મિઠાઈની સાથે સાથે સોનું પણ ચડાવે છે.