કોઇ દિવસ ભારતની બહાર ન જનાર વ્યક્તિના ઘરે ઓસ્ટ્રેલિયન સરકારે ટ્રાફિકના નિયમભંગનો મેમો મોકલી દીધો છે. સામાન્ય રીતે ભારતમાં કોઇના વાહનનો કોઇનો ફોટો ચોંટાડીને મેમો મોકલાયો હોય તે અવારનવાર બનતું હોય છે. કારણ કે કોરોડોની વસ્તી અને સુવ્યવસ્થિત સિસ્ટમના અભાવે આ પરિસ્થિતિ ઉદભવે તે માનવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આ ગુજરાતી ગયો જ નથી અને તેનો મેમો તેને ગાંધીનગરના એડ્રેસ પર પહોંચે તે બહુ અંચબાભરી વાત છે.
આ અંગે જે વ્યક્તિને મેમો મળ્યો છે તે પણ બહુ આશ્ચર્ય પામી રહ્યા છે. આ મેમો 100 રૂપિયાનો નહીં, પરંતુ 273 ડોલરનો છે. હવે આ હાલ રમૂજ અને આશ્ચર્ય પમાડતી વાત સાબિત થઇ રહી છે. ગાંધીનગરમાં સર્વેયર ઓફ ઇન્ડિયામાં નિલેશ મિસ્ત્રી સર્વેયર તરીકે કામ કરે છે. તેઓ આજ દિન સુધી ભારતની બહાર ક્યાંય ગયા નથી. તેઓ પોતાના ઘરે હતાં, ત્યારે તેમના જુના મિત્ર તેમના ઘરે આવ્યા અને તેમના નામનો કાગળ આપ્યો અને કહ્યું તમારો કાગળ જૂના સરનામે આવ્યો હતો.