12 વર્ષની બાળકી સાથે રેપના અપરાધીઓને મોતની સજા આપવાની દરખાસ્તને કેન્દ્રની કેબિનેટની મંજુરી મળી.શનિવારે વડાપ્રધાનના નિવાસસ્થાન પર મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો હતો.હવે સરકાર આ માટે અધ્યાદેશ લાવશે. કેબિનેટની બેઠકમાં ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ ઑફ સેક્સ્યુઅલ ઑફન્સ’ એટલે કે પૉક્સો ઍક્ટમાં સુધારો કરવા માટે મંજૂર કરવામાં આવી છે 12 વર્ષથી નાની ઉંમરનાં બાળકોના રેપના આરોપીઓને મોતની સજા આપવામાં આવે.
જમ્મુના કછુઆ અને ઉત્તર પ્રદેશના એટામાં માસુમ બાળકો સાથે થયેલા દુષ્કર્મની ઘટનાઓને દેશને ઝંઝોડી મુક્યો છે, ત્યારબાદ સરકારે માસુમ બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓ માટે કડક સજા કરવાની જોગવાઈનો નિર્ણય લીધો છે.
અા પહેલાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતું કે તે કટ્ટા અને તાજેતરમાં અન્ય બળાત્કારના બનાવોથી ખૂબ દુખી છે અને તેમનું મંત્રાલય ખૂબ જ ઝડપથી પૉક્સો એક્ક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરશે.હાલમાં આ કાયદામાં અપરાધીઓ માટે મોતની સજાની કોઈ જોગવાઈ નથી.કેબિનેટની બેઠકમાં એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં જાહેર જનતા પિટીશનના જવાબમાં એક પત્ર આપતા કહ્યું હતું કે તે પૉક્સો એક્ક્ટ રિસર્ચ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં 12 વર્ષથી ઓછા બાળકોની સાથે બળાત્કાર ફાંસીની સજા કરવાની જોગવાઈ પર મહોર લાગશે.