સરકારની અધ્યક્ષતામાં બુધવારે એટલે કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. આજની બેઠકમાં રેલવેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ લેન્ડ લીઝમાં ફેરફારને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવેથી લીઝનો સમયગાળો 5 વર્ષથી વધીને 35 વર્ષ થયો છે.
એલએલએફ પણ કાપવામાં આવ્યો
આ ઉપરાંત સરકારની બેઠકમાં રેલવેની જમીનનો એલએલએફ પણ કાપવાનો નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઈએ કે લેન્ડ લાયસન્સ ફી 6 ટકાથી ઘટાડીને 1.5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી છે.