નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતી ટ્રકો/ લોરીના ડ્રાઇવરો માટે ‘આટલું કરવું’ અને ‘આટલું ન કરવું’ અંગે માહિતી આપતો એક એનિમેશન વીડિયો બહાર પાડ્યો છે. આ એનિમેશનમાં લોકોને ટ્રક/ લોરીના ડ્રાઇવરોનું સન્માન કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે કારણ કે સરકારને જ્યારે કોવિડ-19 પર અંકુશ લેવા અને લોકોના જીવનું રક્ષણ કરવા માટે લૉકડાઉનની મુદત લંબાવવી પડી છે ત્યારે વર્તમાન વિકટ સ્થિતિમાં પણ તેઓ આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનું એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરીને આપણા જીવનને સરળ બનાવવામાં સંકળાયેલા છે.
આકર્ષક ગ્રાફિક એનિમેશનમાં બહાર પાડવામાં આવેલા વીડિયોમાં ‘આટલું કરવું’ અને ‘આટલું ન કરવું’માં આ ઉલ્લેખ કરેલો છે:
આટલું કરો:
* પોતાની સ્વચ્છતા જાળવવી.
* જ્યારે પણ તક મળે ત્યારે કોઇપણ સાબુ ને પાણીથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી પોતાના હાથ ધોવા.
* વાહન ચલાવતી વખતે/ વાહનમાંથી બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરવો.
* માસ્કનો ઉપયોગ કર્યા પછી તેને સાબુ અને પાણીથી બરાબર ધોઇને સુકવી દેવો.
* પોતાનું વાહન હંમેસા સેનિટાઇઝ્ડ રાખવું.
* વાહન ચલાવતી વખતે/ વાહનમાંથી બહાર નીકળતા પહેલાં 70% આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો.
* નિર્ધારિત નિયમો અનુસાર વાહનમાં પોતાના હેલ્પર તેમજ ડ્રાઇવર સિવાય અન્ય કોઇની સાથે મુસાફરી ન કરવી.
* એકબીજા વચ્ચે અંતર રાખવું.
* ચેકપોસ્ટ/ લોડિંગ અને અનલોડિંગ પોઇન્ટ/ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ લોકો સાથે નજીકથી સંપર્ક ટાળવો.
* પોતાનું વાહન રોજ સેનિટાઇઝ કરવું.
આટલું ન કરો:
* ફાટેલા/ જુના અને કોઇ અન્ય વ્યક્તિના માસ્કનો ઉપયોગ ક્યારેય કરવો નહીં.
* તમારા વાહનમાં એકથી વધુ હેલ્પરને બેસવાની મંજૂરી આપવી નહીં.
* લોકોને મળવાનું ટાળવું.
* પોતાની સ્વચ્છતાની ક્યારેય અવગણના કરવી નહીં.