ટ્રેનના પાટા પર ચાલવાનો એકમાત્ર અધિકાર ટ્રેનનો છે. પછી ભલે તે મુસાફરો માટે દોડતી પેસેન્જર ટ્રેન હોય કે માલવાહક ટ્રેન- ભારખાના ટ્રેન હોય. ટ્રેનોને ચાલવા માટે આ બંને પાટાઓની ટ્રેકની ચોક્કસ મર્યાદા નક્કી કરેલી છે. તેની વ્ચેચ અન્ય કોઈપણ વાહનને ચાલવાની સંપૂર્ણ મનાઈ હોય છે. પરંતુ બિહારના છપરાના રેલવે ક્રોસિંગ પર એવું જોવા મળી રહ્યું છે કે તે ખૂબજ બેદરકારીભર્યું અને લાપરવાહી સાથે જીવલેણ સાબિત થઈ શકે છે.
દૈનિક ટ્રાફિક જામની સ્થિતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે
રેલ્વે ટ્રેક પર ઘણાં બાઇક સવારો બે પાટા વચ્ચેથી પસાર થતા જોવા મળ્યા હતા. બીજી તરફ, અમૃતસર જયનગર હમસફર ટ્રેન બીજી લાઇન પર ઉભી હતી. આ તસવીરોની પાછળની ઘટના એ છે કે શહેરની વચ્ચે બિહારનો પહેલો ડબલ ડેકર બ્રિજ બનાવવામાં આવી રહ્યો હોવાથી દૈનિક ટ્રાફિક જામની સ્થિતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ટ્રાફિક જામની સમસ્યાથી કંટાળેલા લોકોએ પોતાનો બહારનો રસ્તાએ પોતાના ઠેકાણા તેમજ કામકાજના સ્થળોએ તેમજ બજારમાં જવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
લોકો પોતાના કામકાજ પર જવા માટે આ રેલ્વે ક્રોસિંગ નંબર 44 પરથી જતા હતા
આજે પણ દરરોજની જેમ લોકો પોતાના કામકાજ પર જવા માટે આ રેલ્વે ક્રોસિંગ નંબર 44 પરથી જતા હતા. રેલવે ક્રોસિંગ પર હમસફર ટ્રેન ઊભી હોવાથી લાંબા સમયથી રેલ્વે ક્રોસિંગ બંધ હતું, જેના કારણે લોકોની ધીરજ ખૂટી જતાં તેમના જીવનને જોખમમાં મુકીને ટ્રેનના પાટા વચ્ચેથી બાઈકો ચલાવવાની શરૂઆત કરી. જો કોઈ ટ્રેન એ પાટા ઉપર આવી જાય તો આ અકસ્માત કેટલું મોટું અને કેટલું જીવલેણ હોઈ શકે તેની કલ્પનાઓ કરવી મુશ્કેલ છે.
કદાચ આ રેલ્વે ફાટક પર કોઈ સુરક્ષા કર્મચારી હાજર ન હતા
એ તો સારું છે કે આ સમયે આ ટ્રેક પર કોઈ ટ્રેન નહોતી આવતી. કોરોનાને કારણે પૂરા દેશમાં ટ્રેનો ઓછી સંખ્યામાં ચાલી રહી છે. આ ટ્રેન રૂટ બહુ વ્યસ્ત રૂટમાંનો એક છે. આ કારણે પણ આ વખતે કોઈ ટ્રેન આ ટ્રેક પર નહોતી આવી. સૌથી મોટી એ વાત છે કે રેલ પ્રશાસન દરેક રેલ ફાટક પર રેલ સુરક્ષા બળના જવાનોને નિયુક્ત કરે છે. કદાચ આ રેલ્વે ફાટક પર કોઈ સુરક્ષા કર્મચારી હાજર ન હતા. અથવા તે હાજર હોવા છતાં પણ તેણે આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.
વાહનોની ભારે ભીડનો જમાવડો લાગેલો છે રેલવે ક્રોસિંગ પર
રેલવે ક્રોસિંગના બંને પાટા પર બંને દિશામાંથી ટ્રેનો ઉભી છે, ગેટમેન દ્વારા રેલ્વે ક્રોસિંગ બંધ થવાની રાહ જોતા હોય છે, પરંતુ લોકો એટલા ઝડપી અંદર આવે છે કે તેઓ રેલ્વે ક્રોસિંગ પણ બંધ થવા દેતા નથી, વાહનોની ભારે ભીડનો જમાવડો રેલવે ક્રોસિંગ પર લાગેલો છે. ફાટક બંધ કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. સારું, આજે જે કંઈ પણ થયું તે આપત્તિજનક, જીવલેણ લાપરવાહી જ કહી શકાય. આશા છે કે આવી તસવીરો ફરી જોવા નહીં મળે.