અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા યુવતીઓને શોધવા માટેની હેબિયસ કોર્પસની રિટમાં યુવતીઓના પિતા જનાર્દન શર્માએ જમાઇકાના ભારતીય દૂતાવાસ સામે પિટિશન કરી છે. જનાર્દન શર્માની રજૂઆત છે કે તેમની પુત્રીઓએ કરેલા સોગંદનામાની વિગતો અંગે જમાઇકાનું ભારતીય દૂતાવાસ અને ત્યાંના એટેચી વલણ(સ્ટેન્ડ) સ્પષ્ટ કરે તે જરૂરી છે. કેસની વધુ સુનાવણી ચોથી ફેબુ્રઆરીના રોજ મુકરર કરવામાં આવી છે. નિત્યાનંદ આશ્રમની લાપતા યુવતીઓએ કેરેબિયન દેશ જમાઇકા સિૃથત ભારતીય દૂતાવાસ સમક્ષ સોગંદનામું કર્યુ છે. જેમાં તેમણે ભારત પર ન ફરવાની ઇચ્છા દર્શાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે તે બન્ને તેમની ઇચ્છાથી ભારત બહાર ગઇ છે અને તેમના માટે કરવામાં આવેલી હેબિયસ કોર્પસની રિટ ગુજરાત હાઇકોર્ટે કરવી જોઇએ. પુત્રીઓને શોધવા હેબિયસ કોર્પસની રિટ કરનારા જનાર્દશન શર્માએ આજે જસ્ટિસ એસ. આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.પી. ઠાકરની ખંડપીઠ સમક્ષ વધુ એક સુનાવણી કરી હતી.
જેમાં તેમની રજૂઆત કરી હતી કે તેમની પુત્રીઓ લોપામુદ્રા અને નિત્યનંદિતાએ જમાઇકાની રાજધાની કિંગ્સ્ટન સિૃથત ભારતીય દૂતાવાસના એટેચી એમ.પી. કર સમક્ષ ગત આઠમી જાન્યુઆરીએ સોગંદનામું કર્યું છે. જેમાં બન્ને યુવતીઓ કહી રહી છે તે તેમણે તેમની ઇચ્છા અને સ્વતંત્ર રીતે ભારત છોડયું છે અને તો ભારત પરત આવવા માગતા નથી. સોગંદનામાની વિગતો અંગે જમાઇકાનું ભારતીય દૂતાવાસ અને એટેચી એમ.પી. કર તેમનું વલણ સ્પષ્ટ કરે તે જરૂરી છે, કારણ કે આ બન્ને યુવતીઓને નિત્યાનંદના બંધનમંથી છોડાવવા હેબિયસ કોર્પસની પિટિશન ચાલી રહી છે તેની જાણ ભારતીય દૂતાવાસને થવી જોઇએ. લાપતા યુવતીઓને માત્ર 40 દિવસના સમયગાળામાં અમદાવાદ, નેપાળ, મોરિસિયશ, ટ્રિનિદાદ, વર્જિનિયા, બાર્બાડોસ અને જમાઇકાનો પ્રવાસ કર્યો છે તે બાબત પણ ભારતી દૂતાવાસને જાણકારી મળવી જોઇએ. આ ઉપરાંત યુવતીઓ જ્યારે ભારતીય દૂતાવાસમાં આવી તે સમયના સી.સી.ટી.વી. ફૂટેજ પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા જોઇએ. જેથી બહાર આવે કે યુવતીઓ કોના દબાણ અ ને પ્રભાવમાં આ નિવેદનો આપી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવતીઓએ સોગંદનામામાં એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ હાલ કોઇના દબાણમાં નથી. તેઓ પુખ્ય વયની છે અને હાલ વિદેશમાં જ રહેવા માગે છે.