RSSના વડા મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્વ સોશિયલ મીડિયામાં આડેઘડ અને બેફામપણે લખાણ લખીને પોસ્ટ મૂકનારી બોલીવૂડની પ્રખ્યાત સિંગર હાર્ડકોર વિરુદ્વ રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ વિરુદ્વ હાર્ડ કોરે આપત્તિજનક પોસ્ટ પોતાના ઓફિશિલ ઈન્સટાગ્રામ અકાઉન્ટ પર લખી હતી.
કોન્ટોનમેન્ટનાં SHO વિજય પ્રતાપસિંહે જણાવ્યું કે યૂકે સ્થિત ઈન્ડીયન રેપર તરન કૌર ઢિલ્લોન અને ફિલ્મી દુનિયામાં હાર્ડ કોરના નામથી ઓળખાતી સિંગર વિરુદ્વ 124(રાજદ્રોહ) ઉપરાંત 153A, બદનક્ષીની કલમ 500, 505 તથા આઈટી એક્ટની કલમ 66 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. હાર્ડ કોરે મોહન ભાગવત અંગે લખ્યું હતું કે મહાત્મા ગાંધી અને ભગવાન મહાવીરે બ્રાહ્મણીય જાતિવાદ સામે ઝૂંબેશ ચલાવી હતી, પરંતુ તમે રાષ્ટ્રવાદી નથી. દિલ્હીના સ્થાનિક વકીલ શશાંક શેખરે ફરીયાદ દાખલ કરી છે.
ફરીયાદ દાખલ કર્યા બાદ સાયબર સેલને વધુ તપાસ સોંપી દેવામાં આવી ચે. તરન ઢીલ્લોન કૌર (હાર્ડ કૌર)નો જન્મ ભારતમાં થયો હતો પણ ત્યાર બાદ તે યૂકે જતી રહી હતી. “Glassy” અને “Move Your Body” જેવા ગીતોથી ફેમસ થઈ હતી. આ ઉપરાંત હિન્દી ફિલ્મો .ઓકે જાનુ, પટીયાલા હાઉસ અને અગલી-પગલીમાં તેણે ગીતો ગાયા હતા. હાર્ડ કૌરનું પોતાનું મ્યુઝિક ગ્રુપ નામે ફ્યુચર રેકોર્ડ્ઝ પણ છે.