CBIએ ટેપિંગ કેસમાં કોર્પોરેટ લોબીસ્ટ નીરા રાડિયાને ક્લીનચીટ આપી છે. CBIના વકીલે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે, ભૂતપૂર્વ કોર્પોરેટ લોબીસ્ટ નીરા રાડિયા વિરુદ્ધ રાજકારણીઓ, વકીલો, પત્રકારો અને ઉદ્યોગપતિઓ વચ્ચેની વાતચીતની ટેપની સામગ્રીની તપાસમાં તેને કંઈપણ વાંધાજનક મળ્યું નથી.CBIએ કહ્યું- કોઈ કેસ ન થવાને કારણે પ્રાથમિક તપાસ બંધ કરવામાં આવી હતીસેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના વકીલે કોર્પોરેટ લોબીસ્ટ નીરા રાડિયાને 8,000 અલગ-અલગ ટેપ કરેલી વાતચીતો સંબંધિત એક કેસમાં ક્લીનચીટ આપી છે અને કહ્યું છે કે, તેણે તેના સંબંધિત 14 કેસોમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ કેસ ન હોવાથી પ્રાથમિક તપાસ બંધ થઈ હતી.નીરા રાડિયા વિરુદ્ધ રતન ટાટા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીજસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચ નીરા રાડિયા વિરુદ્ધ રતન ટાટા કેસની સુનાવણી કરી રહી છે.
આ અરજીમાં, 84 વર્ષીય ઉદ્યોગપતિએ લોબીસ્ટ નીરા રાડિયા અને ટાટા જૂથના બોસ વચ્ચેની ટેલિફોનિક વાતચીતો પ્રકાશિત કર્યા પછી મીડિયા આઉટલેટ્સ દ્વારા તેમના ગોપનીયતાના અધિકારની સુરક્ષાની માંગ કરી છે.પ્રશાંત ભૂષણ અરજદારના વકીલ તરીકે કોર્ટમાં હાજર થયા હતાઆ કેસમાં હાજર રહેલા વકીલોમાં સિદ્ધાર્થ લુથરા, એએસજી ઐશ્વર્યા ભાટી અને પ્રશાંત ભૂષણનો સમાવેશ થાય છે.
સુનાવણી દરમિયાન એએસજી ભાટીએ કહ્યું કે રાઈટ ટુ પ્રાઈવસી કેસમાં ચુકાદો આવ્યા બાદ હવે આ કેસમાં કંઈ બચ્યું નથી અને તેમણે એમ પણ કહ્યું કે અગાઉ પણ આ મામલે CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે બેન્ચને કહ્યું કે, તેઓ અન્ય બાબતોમાં વ્યસ્ત છે અને ઇચ્છે છે કે આ મુદ્દે ચર્ચા થાય. ત્યારબાદ ખંડપીઠે આ મામલાને પાસઓવર આપ્યો હતો.
કોર્ટે CBIને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આપ્યો આદેશસુપ્રીમ કોર્ટે બુધવારે CBIને કોર્પોરેટ લોબીસ્ટ નીરા રાડિયાની ઇન્ટરસેપ્ટેડ વાતચીતની તેની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કહ્યું કે, હવે અમે રજાઓ પછી આ મામલે સુનાવણી કરીશું કારણ કે આગામી સપ્તાહ બંધારણીય બેંચ છે. દરમિયાન, CBI આ કેસમાં અપડેટ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે તેવી શક્યતા છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 12 ઓક્ટોબરે થશે.