દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાના ઘર સહિત દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળો પર સીબીઆઈના સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે આ કાર્યવાહી આબકારી નીતિના કેસમાં કરવામાં આવી રહી છે. સંદીપ દીક્ષિતે CBIની આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે CBI FIRમાં મનીષ સિસોદિયા સહિત 15ના નામ સામે આવ્યા છે જેમા તમામ ઘર બાદ અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે.
CBI બાદ હવે એક્સાઈઝ પોલિસી અને તેને લગતા ભ્રષ્ટાચારના મામલામાં EDની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. ED હેડક્વાર્ટર દ્વારા CBIને પત્ર લખવામાં આવ્યો છે. CBI દ્વારા નોંધાયેલા આ કેસને ED ટૂંક સમયમાં પોતાના કબજામાં લઈ શકે છે. એ EDએ દ્વારા CBI નોંધાયેલી એફઆઈઆરની નકલ સહિત અન્ય દસ્તાવેજોની નકલ માંગી છે.
હાલ 15 લોકો પર આરોપ લગ્યા છે જેમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, તત્કાલીન ડેપ્યુટી એક્સાઈઝ કમિશનર આનંદ તિવારી, એડિશનલ એક્સાઈઝ કમિશનર પંકજ ભટનાગર, એન્ટરટેઈનમેન્ટ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ મચ લાઉડર સીઈઓ વિજય નાયર, પેર્નોડ રિકાર્ડના ભૂતપૂર્વ કર્મચારી મનોજ રાય, બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમનદીપ ધાલ, ઈન્ડોસ્પીર ગ્રૂપના ડિરેક્ટર મેનેજિંગ ડી. ડિરેક્ટર સમીર મહેન્દ્રુ, બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરા, ફર્મ બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ, દિનેશ અરોરા, ફર્મ મહાદેવ લિકર, મહાદેવ લિકર્સના વરિષ્ઠ અધિકારીઓ સની મારવાહ, અરુણ રામચંદ્ર પિલ્લઈ, અર્જુન પાંડે અને અજાણ્યા.લોકો વિરુદ્ર ફરિયાદ નોંધાવામાં આવી છે