દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળોએ સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી આબકારી નીતિના કિસ્સામાં થઈ હતી. સંદીપ દીક્ષિતે CBIની આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે.
ડાબેરી નેતા બ્રિન્દા કરાતે સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કરાતે કહ્યું કે કેન્દ્ર સરકાર વિરોધ પક્ષોને નિશાન બનાવી રહી છે.
CBIના દરોડા બાદ મનીષ સિસોદિયા મીડિયાની સામે દેખાયા હતા. તેણે કહ્યું કે અમે કોઈ ખોટું કર્યું નથી. અમે અત્યંત પ્રમાણિકતા સાથે કામ કરી રહ્યા છીએ. સીબીઆઈએ મારો ફોન લઈ લીધો છે. કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે. ઉપરથી અધિકારીઓને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે.
14 કલાકથી વધુ સમય સુધી સીબીઆઈની ટીમે મનીષ સિસોદિયાના ઘરે તપાસ કરી. સીબીઆઈની ટીમ મોડી રાત્રે પરત ફરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા દસ્તાવેજો CBIના હાથમાં આવ્યા છે. બેંક ખાતા સંબંધિત દસ્તાવેજો પણ લેવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટીમ દ્વારા સિસોદિયાના ઈમેલનો ડેટા પણ લેવામાં આવ્યો છે. સીબીઆઈએ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા છે.
એક અધિકારીએ જણાવ્યું કે CBIએ કથિત એક્સાઇઝ કૌભાંડમાં પોતાની FIRમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 15 આરોપીઓના નામ સામેલ કર્યા છે.
સીબીઆઈ બાદ હવે એક્સાઈઝ પોલિસી અને તેને લગતા ભ્રષ્ટાચારના મામલામાં ઈડીની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. ED હેડક્વાર્ટર દ્વારા CBIને પત્ર લખવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલા આ કેસને ઈડી ટૂંક સમયમાં પોતાના કબજામાં લઈ શકે છે. ઈડીએ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરની નકલ સહિત અન્ય દસ્તાવેજોની નકલ માંગી છે.