CBI: એવું કહેવામાં આવી રહ્યું છે કે CBIએ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ અને સ્ટીલ મંત્રાલય સાથે જોડાયેલા કુલ આઠ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મેઘા એન્જિનિયરિંગને સૌથી વધુ ચૂંટણી ડોનેશન આપતી કંપનીઓની યાદીમાં બીજા નંબરે આવી હતી. હવે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સીબીઆઈએ પણ આ મામલે કેસ નોંધ્યો છે.
આઠ લોકો સામે કેસ નોંધાયો
CBIએ NISP માટે ₹315 કરોડના પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર માટે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ અને સ્ટીલ મંત્રાલય સાથે સંકળાયેલા કુલ આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે.
CBIને ફરિયાદ મળી હતી કે NISP અને NMDCના આઠ અધિકારીઓ અને MECON લિમિટેડના બે અધિકારીઓએ MNDC દ્વારા મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ લિમિટેડને ચૂકવણીના બદલામાં લાંચ લીધી હતી. આ મામલે CBIએ FIR નોંધી છે.
જગદલપુર સ્ટીલ પ્લાન્ટ સંબંધિત કામોના સંદર્ભમાં મેઘા એન્જિનિયરિંગના રૂ. 174 કરોડના બિલને ક્લિયર કરવા માટે લગભગ 78 લાખ રૂપિયાની કથિત લાંચ લેવામાં આવી હતી.
NISP અને NMDCના આઠ અધિકારીઓ અને MECONના બે અધિકારીઓ પણ આમાં સામેલ હોવાનો આરોપ છે.
તાજેતરમાં જાહેર કરાયેલા ડેટા પરથી જાણવા મળ્યું છે કે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઈલેક્ટોરલ બોન્ડના બીજા નંબરના સૌથી મોટા ખરીદદાર હતા. MIIL દ્વારા રૂ. 966 કરોડના બોન્ડ ખરીદવામાં આવ્યા હતા, જેને પામીરેડ્ડી પિચી રેડ્ડી અને પીવી કૃષ્ણા રેડ્ડીએ પ્રમોટ કર્યા હતા.
મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ભાજપને સૌથી વધુ ચૂંટણી દાન આપ્યું હતું,
જે લગભગ રૂ. 586 કરોડ હતું. આ સાથે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરફથી BRSને 195 કરોડ રૂપિયા, DMKને 85 કરોડ રૂપિયા, YSRCPને 37 કરોડ રૂપિયા, TDPને લગભગ 25 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 17 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.