નવી દિલ્હી:દિલ્હી હાઇકોર્ટના આદેશ બાદ કોર્ટના ચકકરોમાં ફસાયેલ CBSEનું રિઝલ્ટ 27 મેના રોજ જાહેર થઈ શકે છે. જો કે આ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું કે 24 મે ના રોજ ધોરણ 12નું રિઝલ્ટ આવશે. ખબર અનુસાર હવે CBSE બોર્ડ મોડરેશન પોલિસીના મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે નહીં.
આ વર્ષે CBSE બોર્ડે ગ્રેસ માર્કની સિસ્ટમ એટલે કે મોડરેશન પોલિસીને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. જેની વિરુદ્ધ એક વકીલ અને વાલીએ હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. જેના પર કોર્ટે અરજીકર્તાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. CBSE આ નિર્ણયને સુપ્રીમમાં પડકારવવા માંગતી હતી પરંતુ CBSEએ પોતાનો ઇરાદો બદલ્યો છે અને હવે તે સુપ્રીમમાં જશે નહીં. જેથી એક-બે દિવસમાં CBSE ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરશે.