(રિપોર્ટ : અઝીઝ વ્હોરા )
સત્ય ડે એક્સકલુઝિવ તા 20 : થોડા સમય થી CBSE પરવાનગી વિના ની સ્કૂલ નો વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ તે સિલસિલો યથાવત છે CBSE ની પરવાનગી વગર એકાએક ઉભા થયેલા વાલિયો એ હોબાળો ઉભો કર્યો છે સાથે જ લોકો નીસાથે પોલિસ પણ સફાળી જાગી છે અને સ્કૂલ ના સંચાલકો ને નોટિસ ની સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે એક નજર માં જોતા લાગે છે કે સરસ્વતી ના મંદિર માં હવે આ પ્રકાર નું કૌભાંડ ફરી કોઈ વખત સર્જાય પણ નહિ અને સાથે જ હવે વાલિયો પણ પોતાના બાળક ને સ્કૂલ માં વિદ્યા નું જ્ઞાન લેવડાવતા પેહલા અવશ્ય એ તપાસ જરૂર કરસે કે સ્કુલ ની પાસે CBSE ની માન્યતા છે કે નહિ શિક્ષા ના નામ પર ચાલતા આ દુષણો ક્યારે અટક સે તેની તો ખબર નથી પણ હાલ માં લોકો નું ધ્યાન એકાએક માત્ર CBSE ની માન્યતા પર ચાલ્યું ગયું છે અને સાથે સરકાર અને પોલીસ નો પણ સહકાર મળી રહ્યો છે પણ છેલ્લા ઘણા સમય થી રાજ્ય માં અને દેશ માં ચાલતી કેટલીક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વર્ષો થી ડોનેશન ના નામ પર કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે તેની સામે કોઈ ને વાંધો નથી સ્વાભાવિક વાત છે કે આપણી સરકાર ના નેતા ને એમાંથી આવક ઉભી થવા ના કારણે કોઈ હુકમ નહિ આપે ઉલ્લેખનીય છે કે વિદ્યા ના નામ પર વ્યાપાર કરતી સ્કુલો અને કોલેજો આજે આમ થઇ ગઈ છે ભારતની સંસ્કૃતિ અને અને ઇતિહાસ માં વિદ્યા ને જે મહત્વ આપવામાં આવ્યું છે તે ભાગ્યે જ બીજી કોઈ જગ્યા પર જોવા મળશે એક તરફ વિદ્યાર્થી સ્કુલ માથી નીકળી પોતાના ભવિષ્ય ને લઇ ને ઉત્સાહ માં હોય છે ત્યાં પોતાની ઈચ્છા પ્રમાણે ના ક્ષેત્ર માં જવા માટે ઈચ્છતો હોય છે કઈક બનવાની ભાવના થી કોલેજ ની દિશા માં આગળ વધે છે ત્યારે ફી તો બીજા નંબર ની વાત હોય છે જતા ની સાથે લાખો રૂપિયા ટેબલ પર મુકવાની વાત થઇ જાય છે આજે સરકાર દ્વારા લાખો ની જાહેરાત કરવામાં આવે છે જેમાં શિક્ષણ થી સંસ્કાર સુધી પેઢી ને લાવવાની વાતો કરવામાં આવે છે આજે માત્ર MBBS માં એડમિશન લેવા માટે 65 લાખ સુધી ની રકમ બેફામ રીતે ઉઘરાવી લેવા માં આવે છે
જેમાં કોલેજે ના સંચાલકો થી લઇ ને રાજ્ય ના શિક્ષણ મંત્રી ને પણ તેના ભાગ રૂપે અમુક રકમ ઘરે બેઠા પોહચાડવા માં આવે છે જયારે એન્જિનિરીંગ જેવા ક્ષેત્ર માં પણ કંઈક આવુજ બને છે લાખો રૂપિયા ના ડોનેશન અને કમરતોડ ફી ભર્યા પછી પણ આજે એન્જિનિરીંગ ના વિદ્યાર્થીઓ જયારે તેમનું શિક્ષણ પૂરું કરીને એક નોકરી માટે વલખા મારે છે સરકારે આજથી નહિ પણ કેટલા સમય પેહલા થી જ ડોનેશન પર પ્રતિબંધ મુક્યો છે જયારે લાખો અને કરોડો રૂપિયા ના ડોનેશન આપી ને એક નૌકરી પણ નસીબ નથી થતી તેના માટે સરકાર પાસે આજે કોઈ સજ્જડ ઉપાય નથી અને હોય પણ કેવી રીતે અમુક કિસ્સા માતો રાજ નેતાઓ ની જ કોલેજ માં ડોનેશન ના નામે લૂંટ ચાલે છે આજે ભારત માં છેલ્લા 5 વર્ષ માં સહુથી વધારે બેરોજગારી જોવા માં આવી રહી છે સરકાર નો દારૂબંધી અને હુક્કાર પર ના પ્રતિબંધ નો નિર્ણય ખરેખર માં વખાણ ના લાયક છે પણ જો દેશ ના યુવા વર્ગ ના શિક્ષણ ના નામે ચાલતી ઉઘાડી લૂંટ માટે જો કોઈ બંધી લાવા માં અવે તો તે સાચા અર્થ માં વખાણ ના લાયક બને થોડા સમય પેહલા ની પેઢી કહે છે કે જેટલા આજે ડોનેશન ના પૈસા લેવા માં આવે છે તેટલા માં અમે લોકો એ સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.