કેન્દ્ર સરકારે કાશ્મીરના સામાજિક સંગઠન જમાતે ઈસ્લામી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસે જમાતે ઈસ્લામી અસંખ્ય સભ્યોની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જમાતે ઈસ્લામી પર પ્રતિબંધ મૂક્તું સર્કયુલર પ્રસિધ્ધ કરવામાં આવાયું છે. પ્રતિબંધ મૂકવાના મુખ્ય કારણોમાં જણાવાયું છે કે જમાતે ઈસ્લામી ભારત દેશ પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે અને દેશની આંતરિક સુરક્ષા તથા લોકોના સલમાતીને જોખમમાં મૂકી રહી છે. આ ઉપરાંત દેશની એકતા અને અખંડિત્તાને પણ નુકશાન કરી રહી હોવાનું જણાવાયું છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે જમાતના આતંકી લોકો સાથે ગાઢ સંબંધો છે અને જમ્મૂ-કાશ્મીરમાં કટ્ટરવાદીઓને સમર્થન આપી રહી છે. ખાસ કરીને અલગવાવાદી જૂથોને ભારત દેશ વિરુદ્વ લડવા માટે પ્રોત્સાહન આપી રહી છે. દેશ વિરોધી ગતિવિધિઓમાં જમાતે ઈસ્લામી સામેલ છે. જમાતે ઈસ્લામી અનલો ફૂલ એક્ટિવિટીમાં પણ સામેલ હોવાનું ધ્યાને આવતા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.