દિલ્લી કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયે દવાઓને લગતો મહત્વનો ગેઝેટ બહાર પાડ્યો. દવાઓ અને કોસ્મેટીક વસ્તુઓના પેકીંગ પર લખવામાં આવતા લખાણ પૈકી ડ્રગનું નામ અને પ્રમાણનું સંયોજનોને સ્પષ્ટતાથી લખવા પડશે. એટલું જ નહીં, આ લખાણ બ્રાન્ડ નામ, કંપનીના નામ કરતા 2.0 ફોન્ટ્સ મોટું લખવું અનિવાર્ય રહેશે. કેટલાક પેકીંગ પર બ્રાન્ડ નામ કે ટ્રેડ નામ નિયત કોષ્ટકમાંના ઉચિત નામ પછી લખવું ફરજીયાત રહેશે.
પ્રજાએ કરેલી ફરીયાદ અને સુઝાવ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો. જે માટે ઔષધિ અને પ્રસાધન સામગ્રીના નિયમ 1940 (23) ની કલમ 12 અને 33 મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે. આ માટે સરકારે કંપનીઓ તરફથી વાંધા-સુચનો માટે 45 દિવસની સમયમર્યાદા આપી હતી. જે પુરી થયેથી કેન્દ્ર સરકારે રાજપત્ર જાહેર કર્યો. આ હુકમનો અમલ 13 સપ્ટેમ્બર 2018થી અમલમાં મુકવામાં આવશે.