2019ની લોકસભા ચૂંટણી અંદાજે 2 અઠવાડિયા બાદ શરૂ થઇ જશે. એવામાં ઘણાં લોકો આ વાતને લઇને પરેશાન છે કે તેઓ આ વાતની કેવીરીતે જાણકારી મેળવશે કે તેમનુ નામ મતદાર યાદીમાં છે કે નહીં? અથવા એવુ તો નથી કે આ વખતની યાદીમાં તેમનું નામ હટી ગયુ હોય. એવા દરેક પ્રશ્નોના જવાબ આપે છે ‘મિસિંગ વોટર્સ’ એપ.
આ એપને હૈદ્રાબાદ સ્થિત ખાલિદ સૈફુલ્લાહના રેલાબ્સ ટેકનોલોજીએ બનાવી છે. ખાલિદે કહ્યું કે તેમણે ગયા વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમ્યાન તેના પર કામ કરવાનુ શરૂ કરી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે રાજિન્દર સચ્ચર સમિતિના સભ્ય સચિવ અબુશલેહ શરીફ અને સૈફુલ્લાએ મતદાતા યાદીનો અભ્યાસ કર્યો હતો અને દાવો કર્યો હતો કે કર્ણાટકમાં લગભગ 20 ટકા મુસલમાન મતદાતા યાદીમાંથી ગાયબ હતાં. આ સાથે જ તેમણે દાવો કર્યો હતો- લગભગ 12 લાખ નવા મતદાતાઓને ત્રણ અઠવાડિયામાં એપના માધ્યમથી નામાંકન મળ્યું હતું.