ચીનની સરકાર (People’s Republic of China) સાથે સંકળાયેલી એક મોટી ડેટા કંપની 10,000 ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath singh), રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)- તેમનો પરિવાર, કેબિનેટના અનેક પ્રધાનો અને મુખ્ય પ્રધાન શામેલ છે. ન્યાયિક (judicial), વ્યવસાય (Commercial), રમતો (Sports), મીડિયા (Media), સંસ્કૃતિ (Cultural) અને રાહતથી લઈને દરેક ક્ષેત્રના લોકો ચીનની નજરમાં છે. ગુનાહિત કેસના આરોપીઓ (criminals) ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.
ત્રણેય સૈન્યના 15 પૂર્વ વડાઓ પર ચીનની નજર: રિપોર્ટ અનુસાર ચીનના શેનઝેન શહેરની સિન્હુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની (Xinhua data and information company, Shenzhen) ભારતીયોનું રીઅલ ટાઇમ મોનિટરિંગ (real time monitoring) કરી રહી છે. ભારતના લોકો અને સંગઠનોની દરેક નાની-મોટી માહિતીને આ માટે લક્ષ્ય બનાવવામાં આવી રહ્યુ છે. ભારતની એક જાણીતી અખબાર કંપની ઇન્ડિયન એક્સપ્રેસ (The Indian Express) 2 મહિનાથી મોટા ડેટા ટૂલ્સનો ઉપયોગ કરીને ઝેન્હુઆના મેટા ડેટાની તપાસના આધારે આ વાતનો ખુલાસો કર્યો છે. આ મુજબ, ત્રણ સેનાના (Army, Navy, Airforce) 15 પૂર્વ વડાઓ (Ex Chief of 3 Indian Defence Forces) , 250 અમલદારો અને રાજદ્વારીઓની (Diplomats) પર પણ ચીન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
આ મોટા લોકો ચીનની દેખરેખમાં સામેલ છે : નરેન્દ્ર મોદી- વડા પ્રધાન, રામનાથ કોવિંદ -પ્રમુખ, જે.પી.નડ્ડા- ભાજપ પ્રમુખ, સોનિયા ગાંધી- કોંગ્રેસ અધ્યક્ષ, મનમોહનસિંઘ- પૂર્વ વડા પ્રધાન (Dr. M,anmohan Singh), રાહુલ ગાંધી- કોંગ્રેસ નેતા (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી- કોંગ્રેસના નેતા (Priyanka Gandhi), બિપિન રાવત -ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (Bipin Rawat), એસ.એ.બોબડે- ભારતના મુખ્ય ન્યાયાધીશ (S.A.Bobde), જીસી મુર્મુ (G. C. Murmu) , અમિતાભ કાંત (Amitabh Kant)- એનઆઈટીઆઈ આયોગના સીઈઓ, રતન ટાટા (Ratan Tata), ગૌતમ અદાણી (Gautam Adani), સચિન તેંડુલકર (Sachin Tendulkar), શ્યામ બેનેગલ (Shyam Benegal)- ફિલ્મ ડિરેક્ટર.
8 કેન્દ્રીય પ્રધાનો :રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, વી.કે.સિંઘ, કિરણ રિજિજુ, રમેશ પોકરીયલ નિશાંક
5 મુખ્યમંત્રી: શિવરાજસિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), ઉદ્ધવ ઠાકરે (પશ્ચિમ બંગાળ), અશોક ગેહલોત (રાજસ્થાન), અમરિંદર સિંહ (પંજાબ).
7 ભૂતપૂર્વ મુખ્યમંત્રી: રમણસિંહ- છત્તીસગઢ, અશોક ચૌહાણ – મહારાષ્ટ્ર, સિદ્ધારમૈયા -કર્ણાટક, કે હરીશ રાવત- ઉત્તરાખંડ, લાલુપ્રસાદ યાદવ – બિહાર, ભૂપેન્દરસિંહ હુડા – હરિયાણા, બાબુલાલ મરાંડી – ઝારખંડ.
રાજકારણીઓના પરિવારના સભ્યો પણ નજરમાં છે: સવિતા કોવિંદ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પત્ની, સુખબીરસિંહ બાદલ – કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરના પતિ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબિન ઈરાની, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની પત્ની ગુરશન કૌર,
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ.
ભાજપ અને કોંગ્રેસ – આ બંને પક્ષોના 200થી વધુ નેતાઓ ચીનની દેખરેખ હેઠળ છે. ડાબેરી પક્ષોમાં 60 બેઠક કે પૂર્વ ધારાસભ્યો અને સાંસદોનો સમાવેશ થાય છે. જયારે ભાજપના કુલ 1,350 રાજકારણીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં 350 સાંસદનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ નેતા શશી થરૂરે (Sashi Tharoor) કહ્યુ છે કે, ‘ચીની સરકાર અને તેની સૈન્ય 10,000 ભારતીયો પર નજર રાખી રહી છે. આ કોઈ નાની બાબત નથી, પરંતુ ડીપ-માઇનિંગ કામગીરી છે. આપણે એ જોવાનુ છે કે તેનો હેતુ શું છે અને તે કયા ડેટાનો ઉપયોગ કરી રહ્યુ છે?’.