CJI Sanjiv Khanna: જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા CJI બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
CJI Sanjiv Khanna: જસ્ટિસ સંજીવ ખન્ના સોમવારે (11 નવેમ્બર) દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
#WATCH | Delhi: Justice Sanjiv Khanna took oath as the 51st Chief Justice of India at Rashtrapati Bhavan in the presence of President Droupadi Murmu, PM Narendra Modi and other dignitaries. pic.twitter.com/PbFsB3WVVg
— ANI (@ANI) November 11, 2024
જસ્ટિસ સંજીવ ખન્ના સોમવારે (11 નવેમ્બર) દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા . જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની જગ્યા લઈ રહ્યા છે.
જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક નિર્ણયોનો ભાગ રહ્યા છે.